Ahmedabad : પાલડી પોલીસ મથકમાં જ પોલીસ કર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

|

Jul 15, 2021 | 3:19 PM

સવારે 9.50 વાગ્યા આસપાસ પોલીસ કર્મી ઉમેશએ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસના દબાણમાં આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

અમદાવાદ(Ahmedabad ) માં પાલડી પોલીસ મથકમાં જ પોલીસ કર્મચારીએ આપઘાત(suicide) નો પ્રયાસ કર્યો છે. જેમાં પોલીસકર્મી એ આપઘાત કરતા પહેલા સવારે 9.00 વાગ્યે વોટ્સએપ સ્ટેટ્સ પર ગુડ મોર્નિંગ લખ્યું હતું. તેમજ આ પૂર્વે સવારે 9.43 વાગ્યે પોલીસની ગાડીનો ડ્રાઇવર બદલવા માટે પોલીસકર્મીની ઉમેશ સાથે વાતચીત થઈ હતી. જેની બાદ જે બાદ સવારે 9.50 વાગ્યા આસપાસ પોલીસ કર્મી ઉમેશએ રિવોલ્વરથી પોતાની જાતને ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસના દબાણમાં આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. તેમજ ઘાયલ પોલીસ કર્મીને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બાપ રે! ઇયરફોનના વધુ ઉપયોગથી બહેરાશ જ નહીં, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ, તમે પણ ચેતી જજો

આ પણ વાંચો :  બેંક ગ્રાહકો માટે ચિંતાના સમાચાર ! હવે આ બેંક ડોરસ્ટેપ બેંકિંગ માટે પણ ચાર્જ લેશે, જાણો કઈ સેવાઓ માટે કરવો પડશે ખર્ચ

Published On - 3:13 pm, Thu, 15 July 21

Next Video