Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ ક્લેઈમ સામે વળતર ન ચુકવવું ઈન્શ્યોરન્સ કંપનીને ભારે પડ્યુ, ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ગ્રાહક કમિશનનો આદેશ

|

Mar 26, 2023 | 6:12 PM

Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ કરેલા ક્લેઈમ સામે વળતર ન ચુકવનારી ઈન્સ્યોરન્સ કંપની અને ગ્રાહક વચ્ચેની તકરારના કેસમાં ગ્રાહક કમિશને મહત્વનો ચુકાદો આપ્યો છે. કન્ઝ્યુમર ફોરમે ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ઈન્સ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.

Ahmedabad: હોસ્પિટલ ખર્ચ બાદ ક્લેઈમ સામે વળતર ન ચુકવવું ઈન્શ્યોરન્સ કંપનીને ભારે પડ્યુ, ખર્ચની રકમની સાથે માનસિક ત્રાસ અને કાનુની ખર્ચ ચુકવવા ગ્રાહક કમિશનનો આદેશ

Follow us on

ગ્રાહકોને અવારનવાર વળતરની રકમ ચૂકવવામાં અવનવા કારણો આગળ ધરતી ઇન્સ્યોરન્સ કંપની અને ગ્રાહક વચ્ચેના કેસને લઈ ગ્રાહક કમિશને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વીમા કંપનીએ 2020માં એક ગ્રાહકની બે દિવસનો હોસ્પિટલનો સારવાર ખર્ચ માટેનો મેડી ક્લેઈમ ક્લોઝનો દુરુપયોગ કરી રિજેક્ટ કર્યો હતો.

ક્લેઈમ રિજેક્ટ થતા ગ્રાહકે વીમા કંપની સામે મેડિક્લેઈમ પોલીસીમાં અનફેર ટ્રેડ પ્રેક્ટીસ આચર્યાનો આક્ષેપ સાથે ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષોની દલીલ સાંભળી ગ્રાહક કમિશને ફરિયાદના 3 વર્ષ બાદ ચુકાદો આપ્યો હતો કે વીમા કંપનીઓ ક્લોઝનો દુરુપયોગ કરીને ગ્રાહકનો ક્લેઈમ નામંજૂર ન કરી શકે. વીમાં કંપનીએ ગ્રાહકને અરજી કર્યાની તારીખથી 8 ટકાના વ્યાજ ક્લેઈમની મુળ રકમ 30 દિવસમાં ચુકવવી પડ્શે. સાથે જ અરજદારને માનસિક ત્રાસ પેટે 2000 અને કાનુની ખર્ચ પેટે 1000 ચુકવવા ગ્રાહક કમિશને હુકમ કર્યો છે.

રમેશભાઈ પરમાર વર્ષોથી અમદાવાદમાં તેમના પત્ની અને પરિવાર સાથે વસવાટ કરે છે. બીમારીના સમયમાં કામ લાગે તેવું વિચારીને અન્ય લોકોની જેમ તેમણે પણ એક મેડિક્લેઈમ પોલીસી લીધી હતી, જેમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની લી. નામની સંસ્થા પાસેથી 21.07.2019ના રોજ રૂ. 3,00,000 સુધીની પોલિસી લેવામાં આવી હતી.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

ત્યારબાદ 31.01.2020ના રોજ અચાનક ખભાના ભાગે દુ:ખાવો થતા નિષ્ણાંતોની સલાહ મુજબ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધી હતી અને જેનો ખર્ચ 22,466 આવ્યો હતો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સાથે પોલિસી ક્લેઈમ કરવા જતા ઈન્શ્યોરન્સ કંપની દ્વારા જુદા જુદા ક્લોઝ બતાવીને હોસ્પિટલમાં થયેલા ખર્ચની રકમ ચુકવવા ઈન્કાર કરી દેવામાં આવતા રમેશભાઈએ ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહના સુચિત્રા પાલને સમગ્ર હકીકતો જણાવતા સમગ્ર મામલે ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ગ્રાહક તકરાર નિવારણે બંન્ને પક્ષોની દલીલ સાંભળી હતી જેમાં બચાવ પક્ષે ઈન્શ્યોરન્સ કંપની તરફથી બચાવ માટે જુદી જુદી કોર્ટના 8 જેટલા ચુકાદાઓ રેફરન્સ તરીકે ટાંકવામાં આવ્યા હતા. પરંતુ કેસની ગંભીરતા અને ઈન્શ્યોરન્સ કંપની અને અરજદારની તમામ રજૂઆતો સાંભળ્યા બાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદારના હકમાં ચુકાદો આપીને ઈન્શ્યોરન્સ કંપનીને ફટકાર લગાવી હતી.

આ સાથે કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું કે અરજદારને હોસ્પિટલ ખર્ચના રૂ.22,466 તો ખરી જ પણ સાથે સાથે સમગ્ર કેસમાં માનસિક ત્રાસ આપવા બદલ રૂ.2000 તથા કાનુની ખર્ચ પેટે રૂ.1000 પણ 30 દિવસની અંદર ચુકવી આપવા આદેશ કર્યો.

આ પણ વાંચો: Ahmedabad: લાંભા રોડ પર બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે લીધી અડફેટે, જુઓ અકસ્માતનો હચમચાવી દેનારો Video

 

Published On - 6:10 pm, Sun, 26 March 23

Next Article