Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા

|

Feb 27, 2022 | 6:05 PM

સદર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પશ્ચિમ કાંઠે સરદારબ્રીજ તથા આંબેડકરબ્રીજની વચ્ચે એન.આઇ.ડી.ની પાછળના ભાગે ૪૫,૦૦૦ ચો.મીટર એરીયા ધરાવતા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં વિવિધ સુવિધાઓ છે.

Ahmedabad : સાબરમતીના બંને કાંઠે કોર્પોરેશન દ્વારા સ્પોર્ટ સંકુલનું નિર્માણ, જાણો સ્પોર્ટ સંકુલની વિશેષતા
Ahmedabad: Construction of sports complexes by the corporation on both the banks of Sabarmati river

Follow us on

Ahmedabad : સાબરમતી નદીના (Sabarmati river)પૂર્વ અને પશ્ચિમ બંને તરફ કોર્પોરેશન (Corporation)દ્વારા સ્પોર્ટ સંકુલનું (Sport complex)નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્પોર્ટ્સ સંકુલ કયા પ્રકારનું હશે અને કયા કયા પ્રકારની રમતો આ સંકુલમાં રમી શકાશે તે બાબતે અમારા સંવાદદાતાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સાથે વાતચીત કરી હતી.

સ્પોર્ટસ કોમ્પલેક્ષ

* સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે સરદારબીજ તથા આંબેડકરબ્રીજની વચ્ચે એન.આઇ.ડી.ની પાછળના ભાગે અને પુર્વ કાંઠે દધિચીબ્રીજથી ગાંધીબ્રીજની વચ્ચે શાહપુરના પાછળના ભાગે અપર પ્રૌમીનાડ પર વિવિધ જાતની રમતોનો સમાવેશ કરતાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

– સદર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પશ્ચિમ કાંઠે સરદારબ્રીજ તથા આંબેડકરબ્રીજની વચ્ચે એન.આઇ.ડી.ની પાછળના ભાગે ૪૫,૦૦૦ ચો.મીટર એરીયા ધરાવતા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નીચે મુજબની સુવિધાઓ છે,

૦ ઓપન એરીયા ફોર મલ્ટીપલ સ્પોર્ટસ

૦ ક્રિકેટ પીચ ૪ નંગ

૦ ટેનિસ કોર્ટ ૪ નંગ

૦ પીકલ બોલ કોર્ટટેનીસ કોર્ટ ૧ નંગ

૦ બાસ્કેટ બોલ કોર્ટ ૨ નંગ

૦ બાસ્કેટ બોલ વોલીબોલ કોર્ટ ૨ નંગ

૦ સ્કેટીંગ રીક અને સ્કેટ બોર્ડ

૦ જોગીંગ ટૂંક ૮૦૦ મીટર

૦ ઇન્ટરનલ રોડ તથા પાર્કિંગ

0 એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ, યુટીલીટી બિલ્ડીંગ અને ટોઇલેટ બ્લોક

– સદર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પુર્વ કાંઠે દધિચીબ્રીજથી ગાંધીબ્રીજની વચ્ચે શાહપુરના પાછળના ભાગે ૮,૦૦૦ ચો.મીટર એરીયા ધરાવતા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં નીચે મુજબની સુવિધાઓ છે,

૦. ઓપન એરીયા ફોર મલ્ટીપલ સ્પોર્ટસ

૦ ક્રિકેટ પીચ ૫ નંગ

૦ બાસ્કેટ બોલ વોલીબોલ કોર્ટ ૨ નંગ

૦ જોગીંગ ટ્રેક ૩૨૦ મીટર

૦ ઇન્ટરનલ રોડ તથા પાર્કિંગ

૦ એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ, યુટીલીટી બિલ્ડીંગ અને ટોઇલેટ બ્લોક

સદર બંન્ને સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પ્રોફેશનલ કોચીંગ મળી રહે તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સદર કામનું ટેન્ડર તારીખ ૦૬-૧૧-૨૦૧૮ ના રોજથી મંગાવવામાં આવેલ છે. સદર કામનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું એટલે કે અંદાજીભાવ ૨૬.૯૬ કરોડથી ૪.૮૫ % ઓછાનું એટલે કે રૂ. ૨૫.૬૬ કરોડનું કોન્ટ્રાકટર મે. મે. પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનું આવેલ છે. આ કામનો એલ.ઓ.આઇ. કોન્ટ્રાકટર મે. પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડને તારીખ ૨૮-૦૧-૨૦૧૯ ના રોજથી આપવામાં આવેલ છે. સદર કામનો ખર્ચ ૨૫.૬૬ કરોડ થશે. સદર કામ પશ્ચિમ કાંઠે પૂર્ણ થવાની તૈયારીમાં છે તથા પૂર્વ કાંઠે હાલમાં જુનુ હયાત પોલીસ સ્ટેશન ખસેડવાની કામગીરી ચાલી રહેલ છે જે માટે વધારાનો ૨ માસનો સમય લાગે તેમ છે.

આ પણ વાંચો : Panchmahal: હાલોલ ખાતે આવેલ રાધિકા નગર સોસાયટીના 200 ઉપરાંત પરિવારોને રસ્તે રઝળવાનો વારો આવ્યો

આ પણ વાંચો : ખેડા : પૂજ્ય રવિશંકર મહારાજની જન્મજયંતિની ઉજવણી, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર કામ કરી રહી છે : પાટીલ

Next Article