જમ્મુ કાશ્મીરમાં પીએમઓના એડિશનલ સેક્રેટરી તરીકેની ઓળખ આપી ઝેડ પ્લસ સિક્યોરિટી અને વીઆઈપી મહેમાનગતિ માણનારા ગુજરાતના મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમબ્રાંચ ગત મોડી રાત્રે 2 વગ્યા આસપાસ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ક્રાઈમબ્રાંચની ટીમ કિરણ પટેલને લઈને ગુજરાત આવતી હતી તે દરમિયાન કિરણ પટેલ પોતાની મોટી મોટી વાતો કરતો રહ્યો હતો. મહાઠગ કિરણ પટેલ 6 મહિનામાં 4 વાર જમ્મુકાશ્મીર આવી ચુક્યો છે અને બે IAS અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરિટી વચ્ચે નિયંત્રણ રેખા સુધી પહોંચી જનારો કિરણ પટેલ કસ્ટડી મેળવવા ગયેલા એક અધિકારી સાથે પોપટની જેમ બધુ બોલતો હતો. જમ્મુ કશ્મીરમાં થયેલ ફરિયાદ મામલે કહ્યું હતું કે જમ્મુના પુલવામાના એક ડેપ્યુટી કમિશનર બશીર ઉલ હક ચૌધરી દ્વારા તેને ઝેડ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી હતી. જે એસ્કોર્ટ આપ્યો હતો તેમાં 4 ગનમેન આર્મી જવાન હતા. કિરણે વધુ પૂછતા જણાવ્યુ હતુ કે તે G-20 સમિટ અંતગર્ત હેલ્પ કેમ્પ અને પ્રવાસન વિભાગ સેમિનાર આયોજન કરવા આવ્યો હોવાનું જણાવ્યુ હતુ કિરણે તેની PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપતા સિક્યુરિટી આપીને ફાઇસ્ટર હોટલમાં રોકાણ આપ્યું હતું.
કિરણને લેવા ગયેલી ક્રાઈમબ્રાંચની ટીમમાં 1 PI, 1 PSI, 2 ગનમેન સહિત 5 કોન્સ્ટેબલ હતા. કિરણનો કબ્જો મેળવ્યો ત્યાં સુધી તેના મોંઢા પર કોઈ અફસોસ જણાતો ન હતો. અગાઉ પણ 2 વાર કાશ્મીર ગયો હતો અને ત્યારે પણ PMOના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. PMOના અધિકારીની ઓળખ આપતા રિસ્પોન્સ સારો મળતા તે ત્યાં ફરી ગયો હતો.
ક્રાઈમબ્રાંચના અધિકારી સમક્ષ રસ્તામાં કિરણ એક જ વાત કહેતો રહ્યો ક તેણે કોઈના પૈસા લીધા નથી અને કોઈનું ખોટુ કર્યુ નથી. માત્ર ખોટા વિઝિટીંગ કાર્ડ છપાવ્યા તે જ તેની ભૂલ હોવાનુ સ્વીકારતો રહ્યો હતો. સમગ્ર મુસાફરી દરમિયાન કિરણ પટેલ આરામથી સરકારી ગાડીમાં બેઠો અને ખાતોપીતો રહ્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કચેરીમાં પગ મુક્તા જ જાણે તેના તમામ તેવર ઉડી ગયા અને નીચુ મોં કરીને ચાલવા લાગ્યો હતો.
નોંધનીય છે કે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાતો અને સુટ બુટ પહેરી રોફ જમાવતો કિરણ પટેલ 6 તારીખ થી જમ્મુથી લઈને નીકળ્યા અને 8 મી તારીખે અમદાવાદ આવ્યા એ બે દિવસ દરમિયાન કિરણ પટેલ નાહ્યો પણ નથી. મેટ્રો પોલિટીન કોર્ટમાં હાજર કરતા મોઢું નીચું કરી ચાલી રહ્યો છે. તપાસ કરનાર ક્રાઇમ બ્રાંચના અધિકારી વી.બી.આલનું કહેવું છે કે જમ્મુ કશ્મીરના અધિકારીઓ આ ઠગની વાતોમાં આવી ગયા હતા. એ જાણી ચોકી ઉઠ્યા હતા. જો કે હાલમાં તે ક્રાઇમબ્રાંચની કસ્ટડીમાં આવતા શિયાળ જેવો થઈ ગયો છે. કિરણ પટેલના કોર્ટે 15 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ 7 દિવસ દરમિયાન અનેક ચોંકાવનારા ખૂલાસા થશે તે તો નક્કી જ છે.