AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સાવકા પિતાએ 9 વર્ષની પુત્રીને શારીરિક અડપલા કર્યા, પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવતા ધરપકડ

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં માતાએ પોતાની નવ વર્ષની સગીર વયની પુત્રી સાથે તેના જ સાવકા પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાીવી છે. જોકે માતાની ફરિયાદના આધારે પોલીસે આ સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે. પિતાની નજર ખરાબ થઈ હોયએમ 9 વર્ષની માસૂમ દીકરી પર જ તેણે અડપલા કર્યા હતા અને સંબંધ લજવ્યા છે.

Ahmedabad: સાવકા પિતાએ 9 વર્ષની પુત્રીને શારીરિક અડપલા કર્યા, પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવતા ધરપકડ
પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવતા ધરપકડ
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 16, 2023 | 8:57 PM
Share

બાપ દીકરીના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. એક પિતાએ જ પોતાની દીકરીને શારીરિક અડપલા કરી માતાને પણ ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે પિતાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ  ઈઝરાયલ પર હમાસના હુમલાથી ગુજરાતના આ વિસ્તારના ખેડૂતો દુઃખી, કેમ છે દિલમાં આટલો પ્રેમ? જાણો

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં માતાએ પોતાની નવ વર્ષની સગીર વયની પુત્રી સાથે તેના જ સાવકા પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાીવી છે. જોકે માતાની ફરિયાદના આધારે પોલીસે આ સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે. પિતાની નજર ખરાબ થઈ હોયએમ 9 વર્ષની માસૂમ દીકરી પર જ તેણે અડપલા કર્યા હતા અને સંબંધ લજવ્યા છે.

માતા ઘરમાં જ હતી અને અડપલા કર્યા

ઘટનાની હકીકત એવી છે કે થોડા દિવસ અગાઉ માતા પિતા અને દીકરી ઘરે હતા, ત્યારે જ આ અડપલા કર્યા હતા. સાવકા પિતાએ દીકરીને અન્ય રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. દીકરીએ પિતાની હરકત માતા સમક્ષ વર્ણવતા સમી સમી ઉઠી હતી. માતાએ તેના પતિને ઠપકો આપતા પતિએ પત્નીને પણ ઘાક ધમકીઓ આપી હતી. આખરે પત્નીએ તેના પતિ વિરુદ્ધ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ  વટવા પોલીસે હવે પોસ્કો એક્ટ મુજબ કાર્યવાહી શરુ કરી છે. આરોપીને પણ પોલીસે ધરપકડ કરીને ઘટનાના પૂરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે.

ફરિયાદી પત્ની અને આરોપી પતિ છેલ્લા બે વર્ષથી લગ્ન કરી સાથે રહેતા હતા. આરોપી પતિ વટવા વિસ્તારમાં કારખાનું ચલાવે છે અને પત્ની ઘરકામ કરે છે. પત્નીના આગલા લગ્ન થકી દીકરી જન્મી હતી અને તે સાથે લઈને આવી હતી. જોકે સાવકા બાપે પોતાની હવસનો શિકાર આ દીકરીને જ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નવ વર્ષની સગીર દીકરી પિતાની આ હરકતો સમજે વિચારે તે પહેલા જ પિતાએ શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર કિસ્સો સામે આવતા આખરે પત્નીએ પોલીસ મથક પહોંચી સમગ્ર હકીકત વર્ણવી ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પત્નીની ફરિયાદના આધારે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">