AHMEDABAD : 50 જેટલા ટ્રાફિક સિગ્નલ વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે ઢંકાયા, વાહનચાલકોને મુશ્કેલી

|

Jul 30, 2021 | 6:37 AM

એક પ્રાથમિક સર્વે મુજબ શહેરમાં 450 ટ્રાફિક સિગ્નલમાંથી 50 થી વધુ સિગ્નલ એવા છે કે જે પૂરતા દેખાતા ન હોવાથી વાહનચાલકો અટવાઈ પડે છે.

AHMEDABAD : શહેરના અનેક ટ્રાફિક સિગ્નલ (traffic signals)એવા છે કે જે વૃક્ષ કે મેટ્રો પિલ્લરના કારણે ઢંકાઈ ગયા છે ક્યાં તો પૂરતા દેખાતાં નથી. ચાર રસ્તા ઉપર સિગ્નલ જ ન દેખાય તો સ્વાભાવિક સિગ્નલ ભંગ થવાનો અને એટલે લોકોને નિયમ ભંગના મેમા આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. એક પ્રાથમિક સર્વે મુજબ શહેરમાં 450 ટ્રાફિક સિગ્નલમાંથી 50 થી વધુ સિગ્નલ એવા છે કે જે પૂરતા દેખાતા ન હોવાથી વાહનચાલકો અટવાઈ પડે છે. સિગ્નલ ભંગ માટે ટ્રાફિક પોલીસ ઈ-મેમો મોકલે છે પણ સિગ્નલ મેઈન્ટેનન્સની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation ) કરે છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ ચોમાસામાં ઝાડની ડાળી વધી જતાં ક્યાં તો અમુક સ્થળે મેટ્રોના પિલ્લરના કારણે પૂરતા ટ્રાફિક સિગ્નલ જોવા મળતાં નથી. જેને માટે કોર્પોરેશનને જાણ કરી આ અડચણ દૂર કરાશે.

આ પણ વાંચો : AHMEDABAD : AMCના કેમ્પસમાં 4 કર્મચારી સહીત 7 લોકો જુગાર રમતા પકડાયા 

આ પણ વાંચો : AMC સામે લોકો દ્વારા કોર્ટમાં કરેલા કેસોની સંખ્યા વધી, અમદાવાદીઓની નારાજગીના કારણે કેસોનું ભારણ વધ્યું

Next Video