શરૂ વરસાદે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધી, કાર્યકરોએ વરસાદમાં પલળીને પણ તેમને સાંભળ્યા
મુખ્યપ્રધાનના સંબોધન સમયે જ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો છતાં મુખ્યપ્રધાને છત્રીમા ઉભા રહીને પણ સ્પિચ આપી હતી.સ્ટેજ પર અને સ્ટેજ નીચે કાર્યકર્તાઓ પણ પલળતા રહીને કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો.
AHMEDABAD : અમદાવાદમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની જાહેરસભામાં વરસાદનુ વિઘ્ન નડ્યું હતું. મુખ્યપ્રધાનના સંબોધન સમયે જ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો છતાં મુખ્યપ્રધાને છત્રીમા ઉભા રહીને પણ સ્પિચ આપી હતી.સ્ટેજ પર અને સ્ટેજ નીચે કાર્યકર્તાઓ પણ પલળતા રહીને કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો.અમદાવાદ મહાનગરપાલિકાની ઇસનપુર બેઠકની પેટાચૂંટણી માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઇસનપુરની મુલાકાતે હતા તેમની સાથે સાંસદ કિરિટ સોલંકી, મણિનગર ધારાસભ્ય સુરેશ પટેલ હાજર રહ્યા હતી.આપને જણાવી દઈએ કે ઈસનપુરમાં વર્તમાન કોર્પોરેટર ગૌતમ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ તેમના પુત્ર મૌલિક પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડમાં ભાજપના જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે, જ્યારે ઇસનપુરની વાત કરવામાં આવે તો ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા આ બેઠક ખાલી પડી છે. આ બંને વોર્ડમાં ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા , ઓખા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો ઇસનપુર અને ચાંદખેડા માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે.
આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો