Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાલુપુર સ્ટેશનની મુલાકાત લઈ વંદે ભારત ટ્રેન સહિત મેટ્રો ટ્રેનના સ્થળનું કર્યુ નિરીક્ષણ

વડાપ્રધાન કાલુપુર મેટ્રો સ્ટેશનથી બેસી પ્રવાસ કરવાના હોવાથી આ સ્થળનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની ખાતરી કરી હતી. 29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ફેઝ 1ના સંપૂર્ણ મેટ્રો રૂટને લીલી ઝંડી આપવાના હોવાથી સ્થળનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવી હતી.

Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાલુપુર સ્ટેશનની મુલાકાત લઈ વંદે ભારત ટ્રેન સહિત મેટ્રો ટ્રેનના સ્થળનું કર્યુ નિરીક્ષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપર રેલ્વે સ્ટેશન ખાતે કરી સમીક્ષા
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:22 AM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કાલુપુર રેલવે સ્ટેશન તથા મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાત જશે અને ત્યા વડાપ્રધાનના આગમનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજશે. અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન ગાંધીનગરમાં (Gandhinagar) રોહિત સમાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદના કાલુપુર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિવિધ સ્થળની સમીક્ષા કરી હતી તેમજ ખાસ કરીને વંદે ભારત ટ્રેનનું (Vande  Bharat train) નિરિક્ષણ પણ કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર મેટ્રો સ્ટેશનની લીધી મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન કાલુપુર મેટ્રો સ્ટેશનથી બેસી પ્રવાસ કરવાના હોવાથી આ સ્થળનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેની ખાતરી કરી હતી.  29 અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે અને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન ફેઝ 1ના સંપૂર્ણ મેટ્રો રૂટને લીલી ઝંડી આપવાના હોવાથી સ્થળનું નિરિક્ષણ અને સમીક્ષા કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલ સભા સ્થળનું કરશે નિરિક્ષણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 3  વાગ્યે અંબાજી ગબ્બરના દર્શન કરીને વડાપ્રધાન મોદી જે સ્થળે સભા કરવાના છે તે સ્થળનું નિરિક્ષણ અને સમીક્ષા કરશે.  નોંધનીય  છે કે વડાપ્રધાન મોદી  30 સપ્ટેમ્બરે અંબાજીના ચીખલા ગામે જંગી સભાને સંબોધવાના છે નોંધનીય છે કે  29 અને 30 સપ્ટેમ્બર PM મોદી ગુજરાત પ્રવાસે પધારવાના છે .

કેન્દ્રીય ગૃહપ્રધાન પણ આજે ગુજરાત પ્રવાસે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવી રહી છે, ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને આકર્ષવા માટે વારંવાર ગુજરાતની (Gujarat) મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. આજે ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મતવિસ્તાર વિરોચનનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. તેઓ સવારે 9 વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં હાજરી આપશે તો બપોરે 1 વાગે બાવળા ખાતે APMCના સંમેલનમાં હાજરી આપશે. ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામા સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ  ઉપસ્થિત રહેશે.