Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવીને ચીકીના સ્વાદનો માણ્યો આનંદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી  હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી.

Ahmedabad: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગ ચગાવીને ચીકીના સ્વાદનો માણ્યો આનંદ
CM Bhupendra Patel flying kite
| Edited By: | Updated on: Jan 14, 2023 | 11:45 AM

આજે આખું ગુજરાત ઉતરાયણના પર્વે પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં દરિયાપુરની પોળમાં પતંગ ચગાવ્યો હતો.  અમદાવાદમાં પોળ વિસ્તારની  ઉતરાયણ ઘણી જાણીતી છે ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે  પતંગ ચગાવ્યા બાદ  ચીકીનો આસ્વાદ પણ માણ્યો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં વાડીગામ વિસ્તારના નવા તળિયાની પોળના ધાબેથી પતંગ ચગાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા આપી  હતી તેમજ સાવચેતીથી પતંગ પર્વ ઉજવવાની અપીલ કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે ચાઈનીઝ દોરી મુદ્દે સરકાર કડક પગલાં લઈ રહી છે. આ દોરી કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ

 

અમિત શાહ પણ  ઉતરાયણ પર્વે  ગુજરાતમાં

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પતંગોત્સવને માણવા ગત સાંજથી અમદાવાદ આવી પહોંચ્યા છે.  જ્યાં તેમણે જગ્ન્નાથ મંદિરના દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેઓ જગ્ન્નાથ મંદિરની ગૌશાળા ખાતે પણ ગયા હતા. બાદમાં તેઓ વેજલુપર ખાતે  ધારાસભ્ય અમિત ઠાકર તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ચગાવશે.

રાજયમાં મચી ઉતરાયણની ધૂમ

રાજ્યભરમાં ઉતરાયણની ઉજવણી માટે પતંગરસિકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી જોવા મળી છે, પતંગ રસિયાઓ પેચ લડાવવામાં મશગૂલ થયા છે અને આજે દિવસભર આકાશમાં પતંગબાજીનું યુદ્ધ જામશે. સાથે જ કાપ્યો છે..લપેટ..લપેટની બુમો પણ ચોતરફથી સંભળાઈ રહી છે અને  પતંગ રસિયાઓ ગીતોની રમઝટ વચ્ચે પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે.

 

 

 

Published On - 11:26 am, Sat, 14 January 23