Ahmedabad : કાર કંપનીના કર્મચારીઓએ પોતાની જ કંપનીમાં કરી લાખો રુપિયાની ચોરી, પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપ્યા

|

Feb 01, 2023 | 5:32 PM

Ahmedabad News : સાણંદ જીઆઇડીસી પોલીસે 57 લાખની રિમોર્ટ ચાવીની ચોરીના ગુનામાં 6 આરોપીની ધરપકડ કરી છે. ટાટા મોર્ટસ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓએ જ રિમોર્ટ ચાવીની ચોરી કરી હતી.

Ahmedabad : કાર કંપનીના કર્મચારીઓએ પોતાની જ કંપનીમાં કરી લાખો રુપિયાની ચોરી, પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપ્યા
કારની કંપનીના કર્મચારીઓએ જ કરી ચોરી

Follow us on

અમદાવાદમાં કારની કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં કંપનીમાંથી લાખોની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. કંપનીના કર્મચારીઓએ રિમોર્ટ ચાવી જોઈને દાનત બગડી અને ચોરીનું મન બનાવી લીધું હતુ. કંપનીના મેનેજરે ચોરી થયાની ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે પછી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીની ધરપકડ કરી છે.

સાણંદ જીઆઇડીસી પોલીસે 57 લાખની રિમોર્ટ ચાવીની ચોરીના ગુનામાં છ આરોપીની ધરપકડ કરી છે. ટાટા મોર્ટસ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓએ જ રિમોર્ટ ચાવીની ચોરી કરી હતી. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સાણંદ જીઆઇડીસીમાં આવેલા ટાટા મોર્ટસ કંપનીના વેરહાઉસમાંથી 26 જાન્યુઆરી રાત્રીના સમયે 4 હજાર 395 રિમોર્ટ ચાવીની 57 લાખની કિંમતની ચોરી થઈ હતી. જેમાં પોલીસે તપાસ કરતા વેરહાઉસમાં સીસીટીવી મળ્યા ન હતા. પણ કંપનીનો એક કર્મચારી રાકેશ પંચાલ અગાઉ 12મી જાન્યુઆરીએ ચોરી કરેલી એક ચાવી સાથે પકડાયો હતો. જેથી કંપનીએ કાઢી મુક્યો હતો.

પોલીસે રાકેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે ટાટા મોર્ટસમાં વોરંટી વિભાગમાં કામ કરતો હિંમત વણઝારા એક ચાવીના 600 રૂપિયા લેખે રાકેશને આપવાનું નક્કી કર્યું હતું. જે પછી આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હિંમતની પૂછપરછમાં કબૂલાત કરી કે કંપનીના સામાન સપ્લાય કરતો કર્મચારી પ્રદીપ ધોરડીયા,રાજેશ ધોરડીયા સહિત પાંચ લોકો ભેગા મળી રિમોર્ટ ચાવી ચોરી કરી હતી. આ ચાવી 500 રૂપિયા લેખે હિંમત લેવાનો હતો. જોકે પોલીસે ગુનો નોંધી પ્રદીપના ઘરમાં રહેલી ચોરીની ચાવી કબ્જે લઈ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસે તપાસ કરતા પકડાયેલા આરોપી રાકેશ પંચાલ 600 રૂપિયામાં હિંમત વણઝારા પાસે લીધેલી ચાવી રાકેશ ટાટા મોર્ટસ ડિસ્પેચ યાર્ડમાં કામ કરતા અજય જાનીને 720 રૂપિયા લેખે આપવાનો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે અજય જાનીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે અજય દિલ્હી ખાતે રહેલ દિવ્યાશું ભાયાણી 1 હજાર રૂપિયા લેખે એક ચાવી આપવાનો સોદો કર્યો હતો. જેથી પોલીસે ચોરીના કેસમાં સંડોયાવેલા કંપનીમાં 3 કર્મચારી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે.

કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર પર રહેલા કર્મચારીઓએ શોટકર્ટમાં પૈસા કમાવવાની લાલચે ચોરી કરી હોવાનું કબૂલાત કરી રહ્યા છે. આરોપીઓએ ચોરી કરવાનો એક અઠવાડિયા પહેલા પ્લાન બનાવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી રાકેશ પંચાલ અગાઉ પણ એક ચોરીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે.

Next Article