Ahmedabad: ફોટો વાયરલ કરવાની ધમકી આપી બનેવીએ જ સગીર સાળી સાથે આચર્યું દુષ્કર્મ

|

Jun 11, 2023 | 7:12 PM

બીભત્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બનેવીએ સગીર સાળીને પોતાના હવસનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે.  સગીરાએ બનેવી સાથે વાતચીત કરવાનું બંધ કરતા નરાધમ બનેવીએ તેના બીભત્સ ફોટો સોશિયલ મીડિયા વાયરલ કરી દીધા. જોકે સગીરાએ ઘર છોડી નાસી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. આનંદનગર પોલીસે નરાધમ બનેવી ધરપકડ કરી છે.

Ahmedabad: ફોટો વાયરલ કરવાની ધમકી આપી બનેવીએ જ સગીર સાળી સાથે આચર્યું દુષ્કર્મ

Follow us on

Ahmedabad: આનંદનગર વિસ્તારમાં બનેવી અને સાળીના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીર સાળી તેના મિત્ર સાથે ફોન પર વાતચીત કરતી હોવાનો લાભ બનેવીએ ઉઠાવ્યો. આ બાબતની જાણ તેના માતા પિતાને કરી દેવાની ધમકી આપી બનેવીએ સગીર સાળીને વીડિયો કોલ કરીને બીભત્સ ફોટો મેળવી લીધા. બાદમાં આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને બનેવી ફેઝાને સગીર સાળી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો.

સગીરા તેની બહેનના ઘરે જતી હતી ત્યારે તેનો બનેવી ઘરે મૂકી જવાના બહાને અલગ અલગ હોટલમાં લઈ જતો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો. જોકે અવાર નવાર આરોપી બનેવી સગીરાને ફોન કરી વાતચીત કરવાનો પ્રયત્ન કરતો તેના તમામ નંબરો બ્લોક કરી દીધા હતા.

છતાં પણ આરોપી બનેવી અલગ અલગ નંબર પરથી સગીર સાળીને પરેશાન કરતો હતો. એટલું જ નહીં માર્ચ મહિનામાં સગીરા સ્કૂલમાં ધોરણ 12ની પરીક્ષાની રિસીપ્ટ લેવા ગઈ હતી ત્યારે આરોપી બનેવી સ્કૂલ પર પહોંચી ગયો હતો અને સગીરાને ઘરે મૂકી જવાનું કહીને બાઇક પર બેસાડીને વસ્ત્રાપુરની એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપી બનેવીએ અંતે સગીરાનું ઇન્ટગ્રામ એકાઉન્ટ ભળતું આઈડી બનાવીને સગીરાના બીભત્સ ફોટા વાયરલ કરી દીધા હતા. જોકે તેની બહેનને આ બાબતની જાણ થતાં સમગ્ર ઘટનાની જાણ સગીરાને કરી હતી તેથી સગીરા ઘર છોડીને નીકળી ગઈ હતી. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા આનંદનગર પોલીસે બનેવી વિરુદ્ધમાં પોક્સો અને આઇટી એક્ટ પ્રમાણે ગુનો નોંધી આરોપી બનેવીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદના વાતાવરણમાં પલટો, શહેરના પૂર્વીય વિસ્તારોમાં વરસ્યો વરસાદ

આરોપી બનેવી ગેરેજ ચલાવે છે અને એક બાળકનો પિતા છે જ્યારે લગ્ન પાંચ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. પરતું છેલ્લા 8 મહિનાથી સગીરાને ધમકાવી દુષ્કર્મ આચરતો હતો.

Published On - 7:04 pm, Sun, 11 June 23

Next Article