
અમદાવાદ નરોડા GIDC કેઝ 3 ના પ્લોટની અંદર આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. તેના પરથી જ આ આગનો અંદાજો લગાવી શકાય છે કે કેટલી વિશાળ આ આગ લાગી હશે. મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. આખરે આગ લાગવાનું કારણ શું છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. આગ બુજાવા માટેની અત્યારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આગની પગલે લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે. અહીં આ વિસ્તારની અંદર આગ કયા કારણોસર લાગી તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. પણ હાલ તો આગ પર પ કાબુ મેળવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે.
નરોડા GIDC ફેઝ 3 પ્લોટ નંબર 28 માં એક પેકેજિંગ કરતી કંપની છે અને એ પેકેજિંગ કરતી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા તુરંત જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને આગનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં લાગી રહ્યું છે. શરૂઆતમા માત્ર 6 ગાડીઓ ત્યા મોકલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ વધુ ફાયરની ગાડીઓ ત્યાં મોકલી દેવામાં આવી છે. ફાયર વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શોર્ટ સર્કિટનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. આ સિવાય ઘટના કેવી રીતે બની એને લઈને તપાસ કરવામાં આવશે પરંતુ ઘટનાની ગંભીરતાને જાણીને આજે સવારમાં આગ લાગી હોવા છતાં મેયર પણ અત્યારે હાલ એ ઘટનાસ્થળ પર પહોંચી ચૂક્યા છે અને જલ્દીથી જલ્દી આગ પર કાબુ મેળવી શકાય એ પ્રયત્ન ચાલૂ છે.
ફેઝ 3માં આવેલી ખાનગી કંપનીમાં આગની ઘટના બની હતી. ફેક્ટરીમાં 3 માળ સુધી આગ પસરી હોવાનું સામે આવ્યું છે. ફાયરના 100 જેટલા કર્મચારીઓએ આગ કાબૂમાં લીધી છે. કોઈ જાનહાનિ થઈ નથી. કોઈનું રેસ્ક્યુ કરવાના આવ્યું નથી. સવારે આશરે 09:45 વાગ્યે ફાયરને આગ લાગ્યા નો કોલ આવ્યો હતો. ફાયર પહોંચ્યું ત્યારે ત્રણેય માળમાં આગ લાગેલી હતી. ફેક્ટરીમાં ખાંડ, પ્લાસ્ટિક, કાગળના બોક્સ સહિતની કોઈ પણ વસ્તુમાં શોર્ટ સર્કિટ થયું હોવાની સંભાવના છે.
Published On - 12:42 pm, Sat, 29 August 26