અમદાવાદ શહેરમાં 78 કલાકમાં ગેસનો બાટલો લીકેજ થતા આગના બે બનાવ. એક ઘટનામાં ત્રણ લોકો હજુ પણ જીવન પરણ વચ્ચે ઝોલા ખાય છે. જ્યારે એક ઘટનામાં 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે
બનાવ જાણે એમ બન્યો કે ફાયર બ્રિગેડને વહેલી સવારે કોલ મળ્યો કે બાપુનગરમાં ડી માર્ટ પાસેની ગલીમાં સોનિયા સીરામીક ની પાસે એક ઝૂંપડામાં આગ લાગી છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડની ટિમ સ્થળ પર પહોંચી. જોકે ટિમ સ્થળ પર પહોંચે તે પહેલાં આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે થોડી આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમે પાણી નો મારો ચલાવ્યો હતો. પણ મોટી બાબત એ હતી કે આ આગની ઘટનામાં ઝૂંપડાની પતરા વાળી છત પણ તૂટી ગઈ.
જોકે તેનાથી પણ મોટી ઘટના એ બની કે આ આગમાં ઝૂંપડામાં રહેલ ત્રણ વર્ષનો બાળક જયવીરસિંહ મકવાણા આગમાં ભડથું થઈ જતા મોતને ભેટ્યો.
ફાયર બ્રિગેડે માહિતી મેળવી તો સામે આવ્યું કે અગાઉ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં શ્રીનાથ નગરમાં એક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા રૂમ માં ગેસ ભરાઈ ગયો. અને બાદમાં પરિવાર જેવો ગેસ શરૂ કરવા ગયા કે તરત પ્રચંડ બ્લાસ્ટ થયો અને એવો બ્લાસ્ટ થયો કે રૂમ ની એક દીવાલ તૂટી ગઈ. તો તે ઘટનામાં એક સગીર સાથે પરિવારના ત્રણ સભ્યો આગમાં દાઝતા ઘાયલ થયા. જેઓને હોસ્પિટલમાં હાલ પણ સારવાર અપાઇ રહી છે.
અમરાઈવાડીમાં બનેલી ઘટના અને હાલમાં બાપુનગરમાં બનેલી ઘટનામાં ફાયર બ્રિગેડને એક જ તારણ લાગી રહ્યું છે કે ગેસનો બાટલો લીકેજ હોવાના કારણે ઝૂંપડામાં ગેસ ભરાઈ જતા કોઈ સ્પાર્ક મળતા આગ લાગી હોય શકે છે. જેના કારણે ઝુંપડાની છત પણ તૂટી ગઈ. અને બાળકનું મોત પણ થયું.
ઘટના સમયે મૃત બાળકના પિતા દૂધ લેવા માટે ગયા હતા. અને પરત આવતા ત્યારે આ આગનો બનાવ બન્યો હોવાથી પરિવારનું દુઃખ સમાયે પણ સમાતુ ન હતું. કેમ કે આ ઘટનામાં તેઓએ પોતાનો બાળક ગુમાવ્યો.
સમગ્ર ઘટનામાં હાલ શહેરકોટડા પોલીસે fsl ટિમ ની મદદ લઈને વધુ તપાસ હાથ ધરી છે. કે આગ કયા કારણ સર લાગી. તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આગના સમયે બાળક સાથે અન્ય કોઈ ઘરે હતું કે કેમ અને બનાવ બન્યો તો આખરે કઈ રીતે બન્યો.
આ પણ વાંચોઃ ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ પર નહીં ભરાય પાણી, જાણો શું છે કારણ?
આ પણ વાંચોઃ Winter 2022: ગુજરાતીઓએ ફરી ઠુઠવાવા રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી
Published On - 3:40 pm, Mon, 24 January 22