Ahmedabad: દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવે છે. અત્યાર સુધી ગાડીઓમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી વિશે તો આપે સાંભળ્યુ હશે. પરંતુ હવે જેનરિક દવાઓની આડમાં પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા લાગ્યા છે. આ પ્રકારે દવાઓની આડમાં દારૂની હેરાફેરીનો શહેરની અસલાલી પોલીસે પર્દાફાશ કર્યો છે. હરિયાણાથી દવાના બોક્સની આંડમાં દારૂનો મોટો જથ્થો લવાયો હતો.
અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલી ગામ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર પાછળના રોડ પર હરિયાણા પાસિંગ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવ્યો છે. જેના આઘારે તપાસ કરતા ટ્રકમાં જેનરિક દવાના બોક્સથી આખી ટ્ર્ક ભરેલી હતી. જેથી દારૂ ન હોવાનુ લાગતા પોલીસે ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરી હતી. જેમાં ટ્રક ડ્રાઇવર પર શંકા જતા ટ્રકમાં રહેલા તમામ બોક્સની તપાસ કરતા દવાના બોક્સ ની પાછળ દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જે ટ્ર્કમાં રહેલ દારૂની 25 પેટી કુલ 2.36 લાખ,38 લાખની જેનરિક દવા સાથે ટ્રકને કબ્જે કર્યો છે. પોલીસે અસલાલીના બુટલેગર કરમજીત ઇશ્વરસિંગ જાટ, ટ્ર્ક ડ્રાઇવર કુલદીપ નૈયરા અને અનીલકુમાર જાટ્ટની ધરપકડ કરી છે.
ટ્રક ડ્રાઇવર કુલદીપ નૈયરાની પુછપરછ કરતા તેને કહ્યુ કે પોતે પૈસા કમાવાની લાલચે દવાના બોક્સ સાથે દારૂની પેટી લઈને આવ્યો. જે અસલાલીનો બુટલગેર કરમજીત ઇશ્વરસિંગ જાટ મૂળ હરિયાણાનો છે. જેથી હરિયાણાથી દવાના જથ્થાની આડમાં દારૂનો જથ્થો તેને ટ્ર્ક ડ્રાઇવર પાસે બુટલેગરએ મંગાવ્યો હતો. જેમાં દારૂની ડિલિવરી કરવા ટ્રક ડ્રાઇવર કુલદીપને 50 હજાર મળવાના હતા. જો કે ટ્રકમાં હરિયાણાથી દવાના જથ્થા સાથે દારૂનો જથ્થો લઇને આવ્યો હોવાથી કોઇ ચેકિંગ કર્યુ ન હતુ પરંતુ દારૂના જથ્થાની ડિલિવરી અસલાલી કર્યા બાદ જેનરિક દવાનો જથ્થો ચાંગોદરા ઉતારવાનો હતો. જો કે પોલીસને બાતમી મળતા જ ટ્રકમાં રહેલા દારૂની ડિલિવરી થાય તે પહેલાં જ દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી લીધો.
બુટલેગર કરમજીત જાટ અગાઉ પણ અસલાલી પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી પરંતુ આ દારૂનો જથ્થો અન્ય કોઇને આપવાના હતા કે કેમ જેને લઇને પોલીસ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ દારૂની હેરાફેરી કે દારૂનુ કટિંગ અસલાલી બુટલેગરો માટે સિલ્ક રૂટ બની ગયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો