Ahmedabad : ડ્રગ્સ માટે બુટલેગર બન્યો ડ્રગ્સ પેડલર, SOG ક્રાઈમે 3.38 લાખના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

Ahmedabad: ડ્રગ્સના નશાના પૈસા કાઢવા માટે બુટલેગર ડ્રગ્સ પેડલર બન્યો. SOG ક્રાઈમે રૂપિયા 3.38 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી બુટલેગરની ધરપકડ કરી છે.

Ahmedabad : ડ્રગ્સ માટે બુટલેગર બન્યો ડ્રગ્સ પેડલર, SOG ક્રાઈમે 3.38 લાખના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
| Edited By: | Updated on: May 26, 2023 | 11:53 PM

Ahmedabad માં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ત્યારે શહેરમાં ડ્રગ્સના નશાના પૈસા કાઢવા માટે એક બુટલેગર ડ્રગ્સ પેડલર બન્યો હતો. SOG ક્રાઈમે આ ડ્રગ્સ પેડલરની 3.38 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. બુટલેગરમાંથી ડ્રગ્સ પેડલર બનેલા ઈલિયાસ શેખની SOG ક્રાઈમે નારોલ નજીકથી બાતમીને આધારે દબોચી લીધો હતો. નારોલ નજીકથી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થઈ રહેલા આરોપી ઈલિયાસને બાતમીના આધારે ઝડપી લીધો છે. તેની પાસેથી 33 ગ્રામ 870 મિલી ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો જેની કિંમત 3.38 લાખનો જપ્ત કર્યો છે. એમડી ડ્રગ્સના નશાની લત થઈ જતા બુટલેગર ઈલિયાસ ડ્રગ્સ પેડલર બન્યો. છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો. SOGએ આરોપી ઈલિયાસની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

બુટલેગર માધવપુરામાં દારૂનો ધંધો કરતો હતો

પકડાયેલ આરોપી ઈલિયાસ શેખએ માધવપુરામાં દારૂનો ધધો કરતો હતો. 2010માં વિદેશી દારૂ કેસમાં આરોપી પકડાયા બાદ નવસારી જેલમાં પાસા કરવામાં આવી હતી. ઇસનપુરમાં જીમખાનામાં જુગારનો કેસ અને શાહપુર તથા ક્રાઇમ બ્રાન્ચમાં પણ જુગારના કેસમાં ઝડપાયો હતો. દારૂ અને જુગારના ધંધામાં ઈલિયાસને એમડી ડ્રગ્સની લત લાગી. ડ્રગ્સના રવાડે ચઢેલા ઈલિયાસ ડ્રગ્સનો ધધો શરૂ કર્યો. એમડી ડ્રગ્સની નાની નાની પડીકી બનાવીને જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો. 3 વર્ષથી બુટલેગરમાંથી ડ્રગ્સ પેડલર બનેલા ઈલિયાસ અત્યાર સુધીમાં કેટલું ડ્રગ્સ વેચ્યુ તે મુદ્દે પૂછપરછ શરૂ કરી.

આ પણ વાંચો : Ahmedabad : 7 કરોડની સામે 14 કરોડ ચુકવ્યા છતા વ્યાજખોરોએ વેપારી પાસેથી કરોડોની કિંમતની ત્રણ લક્ઝુરિયસ કાર અને મકાનો પડાવ્યા, આખરે વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

આરોપી શાહ આલમમાંથી ડ્રગ્સનો જથ્થો લાવતો હોવાનો પૂછપરછમાં ખૂલાસો

અમદાવાદમાં ડ્રગ્સનું નેટવર્ક વધ્યું છે. ડ્રગ્સ એડિક્ટ જ ડ્રગ્સ પેડલર બનીને ધધો કરી રહ્યા હોવાના અનેક કિસ્સા આવ્યા છે. આ કેસમાં પણ બુટલેગરમાંથી ડ્રગ્સ પેડલર બનેલા ઈલિયાસ શાહઆલમમાંથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. જેથી ડ્રગ્સ આપનાર શખ્સનું નામ સામે આવતા SOG ક્રાઇમે આરોપીની શોધખોળ શરૂ કરી.