Ahmedabad: જુહાપુરામાંથી વિદેશી નાગરિકોએ લોન અપાવવાના બહાને ઠગાઈ કરતું બોગસકોલ સેન્ટર ઝડપાયું

|

Sep 10, 2022 | 6:23 PM

અમદાવાદના(Ahmedabad)જુહાપુરા વિસ્તારમાં ચાલતું હતું બોગસ કોલ સેન્ટર(Call Centre)સાઇબર ક્રાઇમ(Cyber Crime)દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા આરોપી જહીર અબ્બાસ શેખ અને સમીર મોગલ જુહાપુરા વિસ્તારના જ રહેવાસી છે

Ahmedabad: જુહાપુરામાંથી વિદેશી નાગરિકોએ લોન અપાવવાના બહાને ઠગાઈ કરતું  બોગસકોલ સેન્ટર ઝડપાયું
Ahmedabad Cyber Crime Arrest Fraud Accused

Follow us on

અમદાવાદના(Ahmedabad)જુહાપુરા વિસ્તારમાં ચાલતું હતું બોગસ કોલ સેન્ટર(Call Centre)સાઇબર ક્રાઇમ(Cyber Crime)દ્વારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરેલા આરોપી જહીર અબ્બાસ શેખ અને સમીર મોગલ જુહાપુરા વિસ્તારના જ રહેવાસી છે. જેમાંથી સમીર મોગલ પોતાના ઘરમાં રહીને ગેરકાયદેસર કોલ સેન્ટર શરૂ કરી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી નાગરિકોને ફોન કરીને પોતે અમેરિકાની વન મેઇન ફાઇનાન્સ નામની લોન આપનારી કંપનીના કર્મી તરીકેની ઓળખ આપી હતી. તેમજ લોન આપવાનું જણાવી પૈસા પડાવતા હતા. આ સમગ્ર મામલે સાઇબર ક્રાઇમે દરોડા પાડીને ઘરમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. આ આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન કબ્જે કરાયા છે.

અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે

આ પકડાયેલા આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપી વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી ના નામે ડોલર પડાવતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન આપવાનું કહીને ફસાવી તમારા ખાતામાં લોનના પૈસા ડિપોઝિટ કરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી સક્સેસફૂલ થતું નથી જેના માટે તમારે અમારી કંપની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રાન્જેક્શન કરવાનું રહેશે જેનાથી તમારો સ્કોર 700 પોઇન્ટ વધી જશે અને લોનના પૈસા તમને આપવામાં આવશે તે તેવું જણાવીને અલગ અલગ માધ્યમથી અમેરિકન ડોલર મેળવી લેતા હતા.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

જહીર શેખ અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું

અમદાવાદ સાયબર ક્રાઇમએ બંને આરોપીઓને ઝડપીને તપાસ કરતા પકડાયેલા આરોપીઓમાંથી જહીર શેખ અગાઉ પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે એક ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પકડાયેલા આરોપીઓ સિવાય આ ગુનામાં કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકો સાથે આરોપીઓએ કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

Published On - 6:16 pm, Sat, 10 September 22

Next Article