અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગર હદમાં આવેલ કેનાલમાંથી એક મૃતદેહ (Dead Body) મળી આવ્યો. આ મૃતદેહ કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોપોરેટરના (Corporator) દીકરાનું હોવાનું સામે આવ્યું. જે ઘટના પાછળ ક્યાંક સટ્ટાના કારણે દેવું થઈ જવાનું કારણ તો ન્હાવા જતા ડૂબી જવાનું કારણ ચર્ચાઈ રહ્યું છે. જોકે સાચી હકીકત શુ છે તે કોઈને ખ્યાલ નથી. જેની તપાસ થવી જરૂરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કુબેરનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કામિનીબેન ઝાનો નાનો દીકરો રાજેશ ગુરુવારે સવારે તેના પિતાને તેમની હોટલ પર મૂકીને નીકળી ગયો અને બાદમાં બે દિવસ સુધી તેનો પતો ન લાગ્યો. જે બાદ શુક્રવારે સમાચાર મળ્યા કે નરોડા કોતરપુર પાસે કેનાલ પાસે રાજેશનું બાઇક છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. જે તપાસ કરતા મૃતદેહ રાજેશનું હોવાનું સામે આવ્યું. જે અંગે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાજેશે આપઘાત કર્યા હોવાની આશંકા છે.
સૂત્રોનું કહેવું છે કે રાજેશ સટ્ટો રમવાની ટેવમાં તેને 25 લાખ દેવું થઈ ગયું. જેથી સામે પક્ષે ઉઘરાણી કરતા અને પરિવારને જાણ કરવાની ધમકી આપતા. જે વાત લાગી આવતા રાજેશે આપઘાત કરી લીધો. જે વાત કામિનીબેન ઝા ના સાથી ncp કોર્પોરેટર નકુલસિંહ તોમરે પણ જણાવી હતી. કામિનીબેન ઝા કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર છે. તેઓ તેમના પતિ સાથે નવા નરોડા હરિ દર્શન પાસે લક્ષ્મી વિલા 2 માં રહે છે. અને તેમને બે દીકરા જેમાં એક મોટો દીકરો વિવેક ઝા આર્મીમાં છે. જે પઠાણ કોટ પર ફરજ બજાવતો પણ હાલ ઘરે છે. અને બીજો દીકરો રાજેશ કે પરિવારનો ધંધો સંભાળતો તેમજ તેની કોર્પોરેટ માતાનક ઓફીસ સંભાળતો અને જરૂર મદદ કરતો. જેમાં મૃતક રાજેશના મોટા ભાઈ વિવેકે બજારમાં ચાલતી સટ્ટા ની વાત અને દેવાની વાત નકારી કાઢી અને રાજેશ ન્હાવા જતા ડૂબી જતાં તેનું મોત નિપજ્યાનું નિવેદન આપ્યું.
આ સમગ્ર ઘટનામાં મૃતકના ભાઈના નિવેદનો શંકા ઉભી કરી છે. કેમ કે મૃતકના ભાઈનું જણાવવું હતું કે રાજેશને તરતા આવડતું હતું. અને જો તેને તરતા આવડતું હોય તો તે કેનાલમાં ડૂબ્યો કઈ રીતે. કેમ કે તેના ભાઈનું એવું પણ કહેવું હતું કે તેઓ અવાર નવાર તે સ્થળે તરવા અને ન્હાવા જતા તેમજ રેસ પણ લગાવતા. ત્યારે સવાલ એ થાય છે કે માતા કોર્પોરેટર હોવાથી અને ભાઈ આર્મી જવાન હોવાથી તેમની છબી ખરડાય નહિ એટલે નહાવાનું કારણ પરિવારે દર્શાવ્યું કે ખરેખર દેવાના કારણે મોત નીપજ્યું છે ? જે મામલાની તપાસ થવી તેટલી જ જરૂરી છે. જેથી ઘટનાનું સાચું કારણ જાણી શકાય.
Published On - 8:34 pm, Sat, 28 May 22