અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યુ. હાઈટેક પોલીસ સ્ટેશન એવું બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ , ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લુક આપે છે. 5 વર્ષ બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવાનો આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને નવા પોલીસ સ્ટેશનને લઈને અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવ્યા. બોડકદેવ પોલીસ સ્ટેશનના પહેલા પીઆઇ તરીકે અભિષેક ધવન ચાર્જ સોંપ્યો.
આ પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યધિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે. સિંધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જેમાં સ્પેશિયલ અધિકારીઓ મુકવામાં આવશે.
બોડકદેવ પોલીસ સ્ટેશન સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશન નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારને લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે.
આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો. સિંધુભવન રોડ પર કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલો છે. રોશનીથી જગમગતો આ વિસ્તારમાં ગુનાખોરીની પ્રવૃત્તિ ડામવા આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા મદદરૂપ બની શકે. આ ઉપરાંત હર્બલ ગાર્ડન પણ પોલીસ સ્ટેશનનું આકર્ષણ બન્યું છે.
અમદાવાદમાં શરૂ થયેલી આધુનિક અને હાઈટેક પોલીસ સ્ટેશન ડ્રગ્સના દૂષણને અટકાવવા ડ્રોન દ્વારા સતત મોનીટરિંગ તો કરશે, પરંતુ નાર્કોટિક્સ ટાસ્ક કીટ દ્વારા ચેકીંગ કરીને ડ્રગ્સ લેનાર યુવકો પર વોચ રાખશે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા આ પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે.