Ahmedabad : ભાજપ પ્રદેશ અધ્યક્ષે કરી ટકોર, ફક્ત તાળીઓ જ નહીં સરકારી યોજનાનો મહત્તમ ઉપયોગ કરો

|

Jul 14, 2021 | 12:46 PM

ભાજપ પ્રદેશ અધ્યક્ષે ફરી એકવાર જાહેરમાં કાર્યકર્તાઓને ટકોર કરી કહ્યું કે, કાર્યક્રમોમાં ફક્ત તાળીઓ જ નહીં પાડવાની પણ સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં પણ કામ કરવું જોઈએ.

Ahmedabad : ભાજપ પ્રદેશ અધ્યક્ષે કરી ટકોર, ફક્ત તાળીઓ જ નહીં સરકારી યોજનાનો મહત્તમ ઉપયોગ કરો
સી.આર.પાટીલ

Follow us on

અમદાવાદમાં નિકોલ વિધાનસભા(Nikol Assembly) વિસ્તારમાં રાખવામાં આવેલા ચોપડા વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઓછા અને ભાજપના કાર્યકર્તાઓ વધારે જોવા મળ્યા હતા. જેના કારણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil) દ્વારા તેમના સંબોધનને લંબાવતા કહ્યું કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવે છે ખૂબ સારી વાત છે.

પરંતુ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્ય સરકારની 380થી વધુ પ્રજાલક્ષી યોજનાઓ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ફરી એકવાર જાહેરમાં કાર્યકર્તાઓને ટકોર કરી હતી કે, કાર્યક્રમોમાં ફક્ત તાળીઓ જ નહીં પાડવાની પણ સરકારી યોજનાઓનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં પણ કામ કરવું જોઈએ.

વધુમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે,દરેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવી જોઈએ. આ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તમારા માટે કામ કરતા ગરીબ અને મધ્યમવર્ગના 10 વ્યક્તિની વીમા પોલિસી કઢાવી આપવી જોઈએ જેનો ખર્ચ ફક્ત 120 રૂપિયા થશે પરંતુ તમારા 120 રૂપિયા ના બદલે જે વ્યક્તિનો વીમો ઉતરાવ્યો હશે તેના પરિવારનું જીવન બદલાઈ જશે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આવી જ રીતે જે વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલી પડતી હોય તેવા વિદ્યાર્થીઓને સરકારી લોન અપાવવામાં મદદ કરો. જો મદદ ન મળતી હોય તો આવા વિદ્યાર્થીઓની વિગત સાથે સાંસદ ને ફરિયાદ કરો જેથી આવા વિદ્યાર્થીઓને સરકારી લોન મળી શકે જેથી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધી શકે.આ સાથે જ તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ તમામ નાગરિક સુધી પહોંચી શકે તે ઉદ્દેશથી વિશેષ પ્રકારનું ટેબ્લેટ ગુજરાતના 10 હજાર કાર્યકર્તાઓને આપવામાં આવશે.

જેમાં સરકારી તમામ યોજનાઓની વિગતો હશે સાથે જ ભાજપના મહાન નેતાઓ દ્વારા કરવામાં આવેલા કામોની પણ વિગત હશે જેથી ભાજપના કાર્યકર્તાઓ આ ટેબ્લેટના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને જાગૃત કરી શકશે. હાલ આ ટેબ્લેટ બનાવવાની કામગીરી શરૂ છે ટુક જ સમયમાં ટેબ્લેટ બનીને તૈયાર થઈ જશે અને માર્ચ 2022 પહેલા ગુજરાતના 10 હજાર કાર્યકર્તાઓને આ ટેબ્લેટ આપવામાં આવશે.

Next Article