Ahmedabad: ઓનલાઈન ડેટિંગથી સાવધાન ! ટ્રાન્સજેન્ડર મહિલાએ યુવકને મોહજાળમાં ફસાવી લૂંટી લીધો

Ahmedabad: ઓનલાઈન ડેટિંગ કરતા યુવકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ડેટિંગ એપ થકી કેટલાક લેભાગુઓ યુવાનોને ફસાવી લૂંટનો કારસો રચી રહ્યા છે અને યુવાનો લૂંટનો ભોગ બની રહ્યા છે આવુ જ બન્યુ અમદાવાદમાં દિલ્હીના એક યુવક સાથે. વાંચો અહીં.

Ahmedabad: ઓનલાઈન ડેટિંગથી સાવધાન ! ટ્રાન્સજેન્ડર મહિલાએ યુવકને મોહજાળમાં ફસાવી લૂંટી લીધો
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:11 PM

Ahmedabad: હાલના સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે તેમ વિવિધ ડેટીંગ સાઈટનુ ચલણ પણ વધ્યું છે. અનેક યુવાનો આવી ડેટીંગ એપ પર પોતાનું એકાઉન્ટ ધરાવે છે. આવી ડેટિંગ એપ થકી ડેટિંગ કરવા ઈચ્છતા યુવકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.

દિલ્હીની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓએ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન થકી લૂંટની એવી માયાજાળ પાથરી કે, પોલીસ પણ તેમના કારનામાં સાંભળી દંગ રહી ગઈ. જેમાં દિલ્હીનો જ એક એન્જિનિયર ફસાયો અને લૂંટનો શિકાર બન્યો. બે ટ્રાન્સજેન્ડર મહિલાએ યુવકોને ફસાવી તેને લૂંટી લીધો.

યુવકને લૂંટનો શિકાર બનાવનાર એક ટ્રાન્સજેન્ડર મહિલાની ધરપકડ, એક ફરાર

યુવકની ફરિયાદ મળતા પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાની ધરપકડ છે. પોલીસ પકડમાં આવેલી આ ટ્રાન્સજેન્ડર મહિલાનું નામ સના છે. જે પોતાની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરાની સાથે રહે છે. અને અલગ અલગ શહેરોમાં ફરી યુવક અને શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપે છે.. આવો જ એક બનાવ ગઈકાલે(9.08.23) અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો.

જ્યાં દિલ્હીથી આવેલા એન્જિનિયર યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે મીરા નામની ટ્રાન્સજેન્ડર મહિલાએ તેનો સંપર્ક કર્યો અને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં બંનેએ ભેગા મળી દિલ્હીના અમીન ભરતવાજ નામના એન્જિનિયર યુવક સાથે 9,000ની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું. આ ફરિયાદ મળતા પોલીસે ટ્રાન્સજેન્ડર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ફરાર છે.

બદનામીના ડરે યુવકો ફરિયાદ ન નોંધાવતા આરોપીઓને મોકળુ મેદાન

એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી ટ્રાન્સજેન્ડર મહિલા સનાની ધરપકડ કરતા હકીકત સામે આવી કે, ઝડપાયેલ આરોપી અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા અને ડેટિંગ એપ્લિકેશન થકી યુવાકોનો સંપર્ક કરતા હતા. સાથે જ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા. જોકે બદનામીના ડરે યુવકો ફરિયાદ ન કરતા જેથી આરોપીઓને મોકળુ મેદાન મળતું હતું.

ઝડપાયેલ મહિલા ટ્રાન્સજેન્ડરના મોબાઈલની તપાસ કરતા બંને મહિલાઓ ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ સંખ્યાબંધ લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં બંને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારની રહેવાસી છે. અને ઘણા લાંબા સમયથી યુવતી હોવાની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ કરતી હતી.

આ પણ વાંચો: NIA બાદ હવે EDનો નકલી અધિકારી ઝડપાયો, ટેન્ડર અપાવાના બહાને આચરી કરોડો રૂપિયાની ઠગાઇ

ધરપકડ સમયે પોલીસની કામગીરીમાં અડચણ નાખવાનો પ્રયાસ

એલિસ બ્રિજ પોલીસ બન્ને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર પહોંચી હતી. ત્યારે એક ટ્રાન્સજેન્ડર મહિલા ફરાર થઈ ગઈ હતી અને ત્યાં પણ તેઓએ કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે તે અંગે પણ FIR માં કલમોનો ઉમેરો કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે ટ્રાન્સજેન્ડર મહિલાઓના આ રૂપની માયાજાળમાં કેટલા યુવાનો ભોગ બન્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:40 pm, Thu, 10 August 23