Ahmedabad : ધરતીપુત્રો સાથે દગો, સેવાસહકારી મંડળીના પૂર્વ ચેરમેને ખેડૂતોના નામે બારોબાર ખોટી લોન લઈ આચર્યુ કૌભાંડ- Video

|

Sep 10, 2023 | 9:19 PM

Ahmedabad : દસક્રોઈ તાલુકાના ભુવાલ ગામે સેવાસહકારી મંડળીના પૂર્વ ચેરમેનના પાપે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. પૂર્વ ચેરમેને કોરા વાઉચર પર ખેડૂતોની સહીઓ લઈ બારોબાર લોન લઈ દોઢ કરોડનું કૌભાંડ આચર્યુ છે. ખેડૂતોને જ્યારે લોન ભરવા માટે બેંકની નોટિસ આવી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Ahmedabad: અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભુવાલ ગામે ગ્રામ સહકારી મંડળીના એક ચેરમેનનની કરતુતને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જે સેવા સહકારી મંડળી ખેડૂતોની આર્થિક મદદ માટે હોય છે એ જ સેવાસહકારી મંડળીના એક ચેરમેને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી ખેડૂતોના નામે બારોબાર લોન લઈ કૌભાંડ આચર્યુ છે. નામ ખેડૂતોનું અને પૈસા અન્ય કોઈના ખીસ્સામાં ગયા હોવાની હકીકત સામે આવી છે. વાડ જ ચીભડા ગળે જેવો ઘાટ અહીં સર્જાયો છે. કારણ કે આ કૌભાંડ અન્ય કોઈ નહીં પરંતુ ભુવાલ સેવા સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરીએ આચર્યુ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. પૂર્વ ચેરમેન ભીખાજી ડાભી અને સેક્રેટરી રામભાઈ પટેલે વર્ષ 2010થી 2022 દરમિયાન ખેડૂતો સાથે ઠગાઈ આચરી છે.

ધરતીપુત્રોના દુશ્મન કોણ ?

ખેડૂતોનો આરોપ છે કે ચેરમેને કોરા વાઉચર પર તેમની પાસે સહી કરાવીને તેમના નામે તેમની જાણ બહાર ખોટી લોન લઈ લીધી. જુદા જુદા ખેડૂતોના નામે અંદાજે દોઢ કરોડ ઉપાડી લેવાયા હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. આટલું જ નહીં સહકારી મંડળીની ઓફિસ પર પણ 10 લાખની લોન લેવાઈ છે. સહકારી મંડળીમાં નવી બોડી આવ્યા બાદ આ સમગ્ર હકીકત સામે આવી છે. ADC બેંકે કન્ફર્મ લેટર આપતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખેડૂતોનું કહેવુ છે કે આ અંગે તેમણે ગૃહરાજ્યમંત્રીથી લઈને મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ ઉપરાંત પૂર્વ ચેરમેને કેટલાક ખેડૂતોને સમાધાન માટે રૂપિયા આપ્યા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે.

આ પણ વાંચો: Ahmedabad: લોકસભા પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવા કવાયત, પ્રદેશ પ્રભારીએ એક મહિનામાં સંગઠનમાં નિમણૂકો પૂર્ણ કરવા આપ્યો આદેશ

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

કોના ષડયંત્રનો શિકાર થયા ખેડૂતો ?

આટલુ જ નહીં કેટલાક ખેડૂતો એવા પણ છે જેની હયાતી નથી છતા તેમના દ્વારા લેવાયેલી લોન ભરવાની બાકી હોવાનુ સામે આવ્યુ છે. આ કૌભાંડમાં મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરીની જ નહીં પરંતુ બેંકની કર્મચારીઓની પણ મિલીભગત હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ કોઇ લોન લીધી નથી અને હવે ખેડૂતોને બેંક લોન ભરવા માટે નોટિસ ફટકારી રહી છે. જેના કારણે ખેડૂતોમાં રોષ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોની ફરિયાદ છતાં આખરે કેમ કોઇ કાર્યવાહી નથી થઇ રહી ? મંડળીના પૂર્વ ચેરમેન અને સેક્રેટરીના માથે કોના ચાર હાથ છે? ખેડૂતોના આક્ષેપ બાદ બેંક સામે કેમ કાર્યવાહી નથી થઈ રહી ? ખેડૂતોની ફરિયાદ બાદ તત્કાળ આરોપીઓ સામે તપાસ થવી જોઇએ અને જવાબદાર લોકોને છેતરપિંડીની સજા મળવી જોઇએ ત્યારે ખેડૂતોને ન્યાય મળશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article