ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ, 11 દિવસમાં નોંધાયા 182 કેસ

અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં વિદેશથી આવેલા આઠ મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ડર ફેલાયો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇરિસ્ક દેશોમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત RTPCR ટેસ્ટિંગ થાય છે.

ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ, 11 દિવસમાં નોંધાયા 182  કેસ
Ahmedabad Corona Hotspot
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:31 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron)  એન્ટ્રીની સાથે જ રાજયમાં કોરોનાના કેસના વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 11  દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં નોંધાયા છે. જેના પગલે રાજયમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. જેમાં અમદાવાદ શહેરમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કોરોનાના નવા 25  કેસ નોંધાયા છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના નવા 33   અને બુધવારે 25 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી છે. તેમજ વેકસીનેશનના બીજા ડોઝ માટે ડોર  ટુ ડોર સર્વે હાથ ધર્યો  છે. આ  ઉપરાંત રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટ યોજાય તે પહેલા જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પર એક જ દિવસમાં વિદેશથી આવેલા આઠ મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ડર ફેલાયો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇરિસ્ક દેશોમાંથી આવતા મુસાફરોનું ફરજિયાત RTPCR ટેસ્ટિંગ થાય છે.

આ દરમ્યાન અમદાવાદમાં બુધવારે ઓમીક્રોનના નવા પાંચ કેસ કન્ફર્મ થયા છે. અમદાવાદમાં ઓમીક્રોનના સાત કેસ થયા છે. 

જેમા  સોમવારે  એરપોર્ટ પર વિદેશથી ૩૪૦ મુસાફરો આવ્યા હતા. જે પૈકી આઠ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં છ મુસાફરો લંડનના, એક ટાન્ઝાનિયા અને એક પોલેન્ડના મુસાફરનો સમાવેશ થાય છે. જે પૈકી એક મુસાફરમાં ઓમિક્રોનના લક્ષણો દેખાતા જીનોમ સિકવન્સ માટે રિપોર્ટ મોકલાયો છે. લંડનથી આવેલી 28 વર્ષની મહિલાના સેમ્પલ જીનોમ સિક્વન્સિસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અસિત વોરાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી

આ પણ વાંચો : JAMNAGAR : બ્રેઇનડેડ પિતાના અંગોનું દાન કરીને પુત્રએ પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી

Published On - 7:59 pm, Wed, 22 December 21