Ahmedabad: કન્ઝક્ટિવાઈટીસ અંગે જાગૃતિ લાવવા શાળામાં યોજાયો જાગૃતિ કાર્યક્રમ

Ahmedabad: કન્ઝક્ટિવાઈટીસ અંગે જાગૃતિ લાવવા શાળામાં પણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી અમદાવાદ દ્વારા વાસણા ખાતે સંજીવની વિદ્યાવિહાર તેમજ શિવ પ્રાથમિક -માધ્યમિક શાળા સંકુલમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો.

Ahmedabad: કન્ઝક્ટિવાઈટીસ અંગે જાગૃતિ લાવવા શાળામાં યોજાયો જાગૃતિ કાર્યક્રમ
| Edited By: | Updated on: Jul 31, 2023 | 11:49 PM

Ahmedabad: શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ માટે અત્યારના ચોમાસાના વાતાવરણમાં ફેલાયેલ અખિયામીલાકે (Conjunctivitis) વાયરસને ધ્યાનમાં રાખીને સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટિ અમદાવાદએ કેમ્પ યોજ્યો હતો.  આ કેમ્પમાં વિદ્યાર્થીઓને લઈને બ્લડ અને સુગરની તપાસ વિનામૂલ્યે કરવામા આવી હતી. જ્યારે દાંતના રોગોની તપાસ માટે મેડિકલ વાન પણ શાળા સકુંલમા લાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આંખના ટીપાની બોટલ આપવામાં આવી

આ કેમ્પમાં મુખ્યત્વે તો આંખ આવવાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી આંખના સર્જન તેમજ તેમની ટીમ વિશેષ રુપે હાજર રહીને વિદ્યાર્થીઓની આંખની તપાસ કરીને વિનામુલ્યે આંખોના ટીપાંની બોટલો આપવામા આવી હતી. ડૉક્ટર પંકજ શમાઁ સાથે તેમની સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટીની ટીમ સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ચોમાસાના વાતાવરણમાં સાવચેતી સાથે સજાગતા દાખવી સતત આંખોને ધોઈને હાથ પણ ધોવાની ટેવ પાડવી જોઈએ તેવી ઉપયોગી શિખ પણ આપવામા આવી હતી.

આ પણ વાંચો : Breaking News: 10 વર્ષ બાદ એસટી નિગમે ભાડામાં કર્યો વધારો, 500 દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવાની શરતે ભાડા વધારો કરવાની અપાઈ પરવાનગી

આંખ પર ચશ્મા પહેરી રાખવા અપાઈ સલાહ

દર વર્ષે ચોમાસાના વાતાવરણ માં ફેલાતા આંખના ચેપને ધ્યાનમાં રાખી તમામ વિદ્યાર્થીઓને શાળાના સમય દરમ્યાન આંખ પર ચશ્મા પહેરી રાખી આંખોને ચોખ્ખા પાણીથી ધોઈને હાથ સ્વચ્છ રાખીને વારંવાર હાથને મુખ સાથે સંપર્કથી દુર રાખવા જોઈએ તેવી સલાહ પણ આપી હતી.

શાળામાં યોજાયેલ મેડિકલ કેમ્પમા 309 વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામા આવી અને નિ:શુલ્ક દવાઓ અને આંખના ટીપાંઓ આપવામા આવ્યા હતા. સમગ્ર મેડિકલ કેમ્પમાં સંસ્થાના મેનેજીગ ટસ્ટીઁ સહિત તમામ ટસ્ટીઁઓ વિશેષ રુપે હાજર રહીને વિદ્યાર્થીઓને તમામ આરોગ્યની તપાસ થાય અને દવા નિ:શુલ્ક મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો