PM Modi Gujarat Visit : અટલ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ : પીએમ મોદી

|

Aug 27, 2022 | 7:05 PM

ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું છે. જે અમદાવાદના શહેરીજનોને મોટી ભેટ છે. આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે

PM Modi Gujarat Visit : અટલ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ : પીએમ મોદી
Ahmedabad Atal Foot Over Bridge
Image Credit source: File Image

Follow us on

PM Modi Gujarat Visit : ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi)  આજે અટલ બ્રિજનું (Atal Bridge) લોકાપર્ણ કર્યું છે. જે અમદાવાદના(Ahmedabad)  શહેરીજનોને મોટી ભેટ છે. આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે અને તેમાં પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અને અને અમદાવાદના લોકોએ અટલજીને ખૂબ પ્રેમ કર્યો છે. તેમજ આ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે. નદીના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે. આ અટલ બ્રિજ અમદાવાદ માટે પ્રવાસન સ્થળ સાબિત થશે. આ પુલ સદીઓ સુધી એન્જિનિયરિંગ અજાયબી તરીકે પણ ઓળખાશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પોતાના સંબોધનમાં કહ્યું હતું કે  ખાદી એ આપણી ભવ્ય વિરાસત છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતા અને વારસાનું પ્રતિક ખાદી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ખાદી ઉત્સવમાં ચરખો  કાંતિ રહેલા  કારીગરોના હસ્તે દેશનુ ભવિષ્ય પણ કાંતવામાં આવી રહ્યું છે.   પહેલા લોકો ખાદીની મજાક ઉડાવતા હતા , હવે પરિસ્થિતિ બદલાઈ છે.

PM મોદીએ ખુદ ચરખો કાંતી પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. આ ખાદી મહોત્સવમાં વર્ષ 1920થી લઈ અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા ચરખાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ છે. આ મહોત્સવ દરમિયાન 7500 મહિલાઓએ એકસાથે રેંટિયો કાંત્યો હતો. અલગ-અલગ જિલ્લામાંથી મહિલા ખાદી કારીગરો બોલાવવામાં આવ્યા છે. આ સાથે ખાદી કારીગરો સાથે PM મોદીએ વાર્તાલાપ પણ કર્યો હતો. 75માં અમૃત મહોત્સવમાં ખાદીના મહત્વની ઉજવણી કરવા ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

Published On - 6:46 pm, Sat, 27 August 22

Next Article