Gujarati NewsGujaratAhmedabadAhmedabad: Asarwa to Jaipur new superfast express train launched Indore Udaipur express train extended to Asarwa
Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ
Ahmedabad: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.
Follow us on
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-જયપુર અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નવી રેલ સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ રેલવે પ્રવક્તા અમદાવાદના જણાવ્યા મુજબ આ ટ્રેનની વિગતો આ મુજબ છે.
ટ્રેન નંબર 12982, અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 18.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 07.35 વાગ્યે જયપુર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 12981, જયપુર-અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 03.03.23 થી દરરોજ જયપુર થી 19.35 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે 08.50 વાગ્યે અસારવા પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન સરદાર ગ્રામ, નાંદોલ દહેગામ, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર, ઉદયપુર શહેર, રાણાપ્રતાપનગર, માવલી જં., ચંદેરિયા, ભીલવાડા, નસીરાબાદ, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર રોકાશે આ ટ્રેનમાં પ્રથમ એ.સી સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે.
ટ્રેન નંબર 12982 નું બુકિંગ 03 માર્ચ, 2023 થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનો ની સંચાલન સમય, સ્થિરતા અને માળખું ને સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફર www.enquiry.indianrail.gov.in પર તમે જઈને જોઈ શકો છો.
આ તરફ રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19329/19330 ઈન્દોર -ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનનું અસારવા (અમદાવાદ) સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે પ્રમાણે છે:
ટ્રેન નંબર 19330 અસારવા-ઈન્દોર એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી દરરોજ અસારવા થી 14.15 કલાકે ઉપડી થઈ ને 20.05 કલાકે ઉદયપુર પહોંચીને 20.35 કલાકે પ્રસ્થાન બીજા દિવસે કરીને 07.00 કલાકે ઈન્દોર પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર 19329, ઇન્દોર-અસારવા એક્સપ્રેસ તારીખ 04.03.2023 થી ઈન્દોર થી નિયત સમય 17.40 કલાકે રવાના થઈને બીજા દિવસે 04.15 કલાકે ઉદયપુર પહોંચીને 05.00 કલાકે પ્રસ્થાન કરીને 10.55 કલાકે અસારવા પહોંચશે.