Ahmedabad: અમદાવાદમાં રોકાણકારોને ઉંચુ વ્યાજ આપવાની લાલચે કરોડોનું ફુલેકુ(Fraud) ફેરવનાર કૌભાંડી દંપતીની સીઆઈડી ક્રાઈમના(CID Crime) આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામા આવી છે. છેલ્લા 5 વર્ષથી 3000 કરોડ થઈ વધુનું કૌભાંડ આચરી ફરાર થયેલા દંપતિની લખનઉથી ધરપકડ કરવામા આવી છે..જોકે આ ગુનાના અન્ય 5 આરોપી ફરાર છે..જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર લિમિટેડ ના નામે ગુજરાત સહિત દેશભરમાં 650થી વધુ બ્રાન્ચ ખોલી 12 થી 18 ટકા નફો આપવાની લાલચે રોકાણ કરાવી 3000 કરોડનું ફુલેકું ફેરવનાર મુખ્ય આરોપી ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.સીઆઇડી ક્રાઇમ ના આર્થિક ગુના નિવારણ શાખા છેલ્લા પાંચ વર્ષથી ફરાર મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ ની શોધખોળ કરતી હતી.
તેવામાં આરોપી લખનઉમાં છુપાયો હોવાની માહિતી મળતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.. મહત્વનું છે કે કૌભાંડી દંપતી અને તેના સાગરીતોએ મળી માત્ર ગુજરાતમાંથી જ 300 કરોડથી વધુનું ફુલેકુ ફેરવ્યું હતું. જેમાં હજારો રોકાણકારો રાતા પાણીએ રડ્યા હતા.
સીઆઇડી ક્રાઇમના આર્થિક ગુના નિવારણ શાખામાં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપીઓએ એક કરોડ 22 લાખ નું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.. સીઆઇડી ક્રાઈમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસતા ફરતા હતા.
મહત્વનું છે કે ઝડપાયેલ આરોપી દંપતિ મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ વિરુદ્ધ દેશભરમાં 70 થી વધુ ફરિયાદો નોંધાય છે જેમાં ગુજરાત, રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ,કલકત્તા, હરિયાણા સહિત સીબીઆઈ માં પણ પાંચ ગુના નોંધાયા છે.. જોકે એક પણ રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી.
કરોડોનું કૌભાંડ આજની ફરાર થયેલા દંપતીની શોધખોળ કરી ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી કે મૂળ ગોરખપુરનું આ દંપતી એ કલકત્તામાં અંદાજિત 700 કરોડની પ્રોપર્ટી વસાવી હતી.તે તમામ સંપત્તિ કલકત્તાના આર્થિક ગુના નિવારણ શાખા અને સેબી દ્વારા કબજે લેવામાં આવી છે.. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓની ધરપકડ બાદ વધુ કેટલાક ભોગ બનનાર લોકો સામે આવી શકે છે.
Published On - 9:05 am, Sat, 10 June 23