Ahmedabad: હથિયારોનો સોદાગર ઝડપાયો, વાસણા પોલીસે ગેરકાયદે હથિયારોના વેપાર કેસમાં મુખ્ય આરોપીની MPથી કરી ધરપકડ

|

Sep 11, 2023 | 9:23 PM

Ahmedabad: અમદાવાદમાં ઝોન 7 ડીસીપી એલસીબીએ થોડા દિવસ પહેલા હથિયારોના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો હતો. જેમા 9 પિસ્ટલ, 1 રિવોલ્વર, 61 કારતુસ સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં વાસણા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને હથિયારો આપનાર મુખ્ય આરોપીની MPથી ધરપકડ કરી છે.

Ahmedabad: હથિયારોનો સોદાગર ઝડપાયો, વાસણા પોલીસે ગેરકાયદે હથિયારોના વેપાર કેસમાં મુખ્ય આરોપીની MPથી કરી ધરપકડ

Follow us on

Ahmedabad: ગેરકાયદે હથિયારોની હેરાફેરી અને વેપારના કેસમાં અમદાવાદની વાસણા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. થોડા દિવસ પહેલા ઝોન 7 ડીસીપી એલસીબીએ હથિયારોનો ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો હતો. જેમા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 9 પિસ્ટલ, 1 રિવોલ્વર, 61 કારતુસ સાથે 6 આરોપીની ધરપકડ કરી હતી. જેમા પોલીસે આ આરોપીઓને હથિયાર આપનાર આરોપી સમીરની એમપીથી ધરપકડ કરી છે.

હથિયારોનો સોદાગર એમપીથી ઝડપાયો

પોલીસ ગિરફતમાં આવેલ આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખ ગેરકાયદે હથિયાર આપવાના કેસમાં મુખ્ય આરોપી છે. આરોપી અખ્તર પરિવારની જવાબદારી માટે પૈસા મેળવવા માટે ગેરકાયદે હથિયારો વેચતો હોવાનું કબૂલાત કરી છે. સાથે જ વાસણા પોલીસ આરોપીને પકડવા ઇન્દોર ગઇ ત્યારે આરોપીએ પોતાની ઓળખ છુપાવી પોતાનું ખોટુ નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે આરોપીના હુલિયા બાબતે પોલીસ જાણતી હોવાથી તે બચી શક્યો ન હતો અને પોલીસ તેને ગાડીમાં બેસાડી અમદાવાદ લઇ આવી હતી. જ્યારે આરોપી સમીર ઉર્ફે સાનુની જ્યારે પોલીસે ધરપકડ કરી ત્યારે તેની બહેને આફ્તાબને ફોન કરીને જાણ કરી દેતા તેણે પોલીસ સમક્ષ પોતાનું ખોટું નામ બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

વર્ષ 2015 થી આરોપી સમીર હથિયાર આપતો હોવાનો ખૂલાસો

મધ્યપ્રદેશથી અમદાવાદમાં હથિયારો વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી આધારે ડીસીપી ઝોન-7 પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં શાહનવાઝ ઉર્ફે શાનુ શેખ, સમીર ઉર્ફે સોનુ પઠાણ, ફરાનખાન પઠાણ, ઝૈદખાન પઠાણ, શાહરૂખખાન પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી નવ પીસ્ટલ, એક રિવોલ્વર, 61 કારતુસ અને ત્રણ ખાલી મેગઝીન કબજે કર્યા હતા.

બાદમાં આરોપીઓની પૂછપરછમાં આ હથિયારો આરોપી સમીર ઉર્ફે સોનુ એમપીના ઇન્દોરથી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા વાસણા પોલીસની ટીમ એમપી પહોંચી હતી. જ્યાં પોલીસે તેના લાંબા વાળ વાળા હુલિયા પરથી ઓળખી કાઢી ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી અખ્તર ઉર્ફે અક્કો ઉર્ફે આફ્તાબ શેખની પૂછપરછ માં વર્ષ 2015 થી આરોપી સમીર હથિયાર આપતો હતો. જોકે પકડાયેલ હથિયારનો જથ્થો આરોપી સમીર કોરોના પહેલાથી લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે.

આ પણ વાંચો: Video: કોમન યુનિવર્સીટી એક્ટને લઈ અધ્યાપકોનો કાળીપટ્ટી બાંધી વિરોધ, એક્ટ શિક્ષણના હિત માટે નહીં પરંતુ સત્તા માટે લાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ

આરોપી આફ્તાબ 4થી 12 હજારમાં હથિયાર ખરીદી બમણી કિંમતે વેચતો

નોંધનીય છે કે આરોપીએ ટેસ્ટિંગ માટે શાહ નવાઝે એક વાર ફાયરિંગ કર્યું હતું. આરોપી આફ્તાબની પૂછપરછ કરતાં એમપીના કાજલપુર ગામમાંથી હથિયારો લાવતો હતો. આ ગામમાં ચિખલીગર ગેંગના લોકો રહેતા હોવાથી ગેરકાયદે હથિયારોનો વેપલો ચાલે છે. આરોપી આફ્તાબ 4થી 12 હજારમાં હથિયાર ખરીદી સમીર ઉર્ફે સોનુ અને શાહનવાઝને બમણી કિંમતે એટલેકે 15થી 20 હજાર કે 40 હજાર સુધીના ભાવમાં વેચતો હતો.અને 2015 થી આ ધંધો કરતો હતો. જેથી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article