Ahmedabad : ઓઢવમાં અસામાજિક તત્વોનો વધ્યો આતંક, વાહનોમાં તોડફોડ કરી ફેલાવી દહેશત, CCTVને આધારે હાથ ધરાઈ તપાસ

|

Jun 30, 2023 | 10:46 PM

Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં દિવસે દિવસે અસામાજિક તત્વો બેખૌફ બની રહ્યા છે, ઓઢવના અર્બુદાનગરમાં અસામાજિક તત્વોએ 8 જેટલા વાહનોમા તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. હાલ પોલીસે આ તોફાની તત્વોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad : ઓઢવમાં અસામાજિક તત્વોનો વધ્યો આતંક, વાહનોમાં તોડફોડ કરી ફેલાવી દહેશત, CCTVને આધારે હાથ ધરાઈ તપાસ

Follow us on

Ahmedabad: પૂર્વ વિસ્તારમાં છાશવારે અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી રહી છે. આ તોફોની તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ આતંક મચાવતા રહે છે. ઓઢવમાં લુખ્ખા તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. ઓઢવના અર્બુદાનગરમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી દહેશત મચાવી હતી. બાઈક પર આવેલા 7-8 શખ્સોએ વાહનોમાં તોડફોડ મચાવી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળના CCTV ફુટેજને આધારે આ તોફાની તત્વોની શોધખોળ હાથ ધરી છે.

8 જેટલી કારના કાચ તોડી પહોંચાડ્યુ નુકસાન

સમગ્ર ઘટનાક્રમ અનુસાર અર્બુદાનગરમાં 3 જેટલી બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારોથી તોડફોડ કરી હતી. સોસાયટીમાં પાર્ક કરેલી 8 જેટલી કાર અને એક લોડિંગ રિક્ષાના કાચ પણ તોડી નાખ્યા હતા. અચાનક તોડફોડના અવાજથી સ્થાનિક રહીશો ગભરાઈ ગયા અને બહાર નીકળ્યા તો વાહનોમાં તોડફોડ કરીને લુખ્ખા તત્વો ફરાર થઇ ગયા હતા.

ઓઢવ પોલીસે તોડફોડ અને આંતકને લઈને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે બાઈક પર આવેલા અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટીમો બનાવી છે. આરોપીઓ CCTVમાં કેદ થયા છે. જેથી જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લુખ્ખા તત્વોના CCTV ફુટેજના આધારે બાઈકના પાસિંગ નંબર તપાસીને શોધખોળ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદ હાટકેશ્વરના ઓવરબ્રિજ છેડે બેફામ કારનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ CCTVમાં ઘટનાનો LIVE VIDEO

અસામાજિક તત્વોની દહેશત વધી

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. લૂંટ, હત્યા અને ચોરીની ઘટનાઓ સાથે અસામાજિક તત્વોની દહેશત વધી છે. સામાન્ય વ્યક્તિ હવે સુરક્ષાને લઈને પણ સવાલ કરે છે ત્યારે હવે ગુનેગારો પર નિયંત્રણ આવશે કે નહીં મોટો પ્રશ્ન છે. હાલમાં ઓઢવના અર્બુદાનગરને બાનમાં લેનાર આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:25 pm, Fri, 30 June 23

Next Article