Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરાશે, સાઇકલ બાદ હવે ઈ-સ્કૂટર ભાડે મળશે

|

Jul 19, 2022 | 1:13 PM

અમદાવાદીઓ (Ahmedabad) રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના લોઅર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટરને પ્રતિ અડધા કલાકના ભાડેથી લઈને ફરવા જઇ શકે છે. ઇ-સ્કૂટર મુકવા માટે હાલ છ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નજરાણું ઉમેરાશે, સાઇકલ બાદ હવે ઈ-સ્કૂટર ભાડે મળશે
સાબરમતી રિવરફ્રન્ટ પર હવે ઇ-સ્કૂટર ભાડે મળશે

Follow us on

અમદાવાદીઓ (Ahmedabad) માટે દરેક ઋતુ અને દરેક દિવસે ફરવા માટેનું જાણીતુ અને લોકપ્રિય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) છે. અહીં લોકો ફરવા સાથે અનેક અન્ય એડવેન્ચર પ્રવૃત્તિઓ પણ માણી શકે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અત્યાર સુધી શહેરીજનોના મનોરંજર માટે ઉદ્યાનો, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરે પ્રોજેક્ટ બનાવાયેલા છે.લોકો અહીં સાઇકલ ભાડે મેળવીને સાઇક્લિંગ પણ કરતા હોય છે. પરંતુ હવે સાઇકલ બાદ રિવરફ્રન્ટ પર ઇ-સ્કૂટર (E-scooter) પણ ભાડે મળી શકશે.

ઈ-સ્કૂટર ભાડે લઈને ફરી શકાશે

રિવરફ્રન્ટ પર પરિવાર સાથે મનોરંજન માણી શકાય તે માટે AMCએ અત્યાર સુધી અનેક આકર્ષણો ઉભા કરેલા છે. ત્યારે હવે રિવરફ્રન્ટ પર વધુ એક વધુ નજરાણું ઉમેરાશે. ભાડેથી અપાતી સાઇકલની જેમ હવે રિવરફ્રન્ટ પર લોકો ઈ-સ્કૂટર પણ ભાડેથી મેળવી શકશે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી સહેલાણીઓ ભાડેથી સાઇકલ મેળવીને તેને લોઅર પ્રોમિનાડમાં ચલાવી રહ્યા છે. આગામી દિવસોમાં હવે શહેરીજનોને ઈ-સ્કૂટરનો વિકલ્પ ઉપલબ્ધ થાય તે માટેની કવાયત હાથ ધરાઈ છે.તંત્ર દ્વારા ઈ-સ્કૂટરને ભાડેથી મેળવવા માટે રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મગાવાઈ છે, જેમાં કોન્ટ્રાક્ટરો તેમની દરખાસ્ત રજૂ કરશે અને જે કોન્ટ્રાક્ટરની દરખાસ્ત આવકની દૃષ્ટિએ તંત્રને સારી લાગશે તેને ઈ-સ્કૂટરનો પ્રોજેક્ટ સોંપાશે. પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠા પર ત્રણ-ત્રણ સ્થળને ઈ-સ્કૂટર ભાડેથી લેવા માટે પસંદ કરાયાં છે.

સ્કૂટર માટે હાલ છ સ્થળ નક્કી કરાયા

અમદાવાદીઓ રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠાના લોઅર પ્રોમિનાડ પર ઈ-સ્કૂટરને પ્રતિ અડધા કલાકના ભાડેથી લઈને ફરવા જઇ શકે છે. ઇ-સ્કૂટર મુકવા માટે હાલ છ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. વલ્લભસદન, ઉસ્માનપુરા અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ છેડાને હાલ પ્રાથમિક ધોરણે નક્કી કરવામાં આવ્યા છે. AMC દ્વારા પૂર્વ કાંઠા પર નારણઘાટ, સરદારબ્રિજનો પૂર્વ છેડો તેમજ ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા પર સહેલાણીઓને ભાડેથી ઈ-સ્કૂટર મળી રહે તે માટે ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે. હાલના તબક્કે પશ્ચિમ કાંઠાના ત્રણ અને પૂર્વ કાંઠાના ત્રણ મળીને કુલ છ સ્થળેથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દિવાળી સુધીમાં સેવા શરુ થશે

અત્યારે ઇ-સ્કૂટર પ્રોજેક્ટ માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે. તંત્રએ ઈ-સ્કૂટરની ભાડાની આવકમાં દસ ટકાની હિસ્સેદારી માગી છે. આ ઉપરાંતની પ્રક્રિયા પાર પાડવા ત્રણેક મહિના જેવો સમય લાગી શકે છે. એટલે કે નવરાત્રિ-દિવાળીની આસપાસ કુલ 100 ઈ-સ્કૂટરની સુવિધાનો લાભ શહેરીજનોને મળી શકે છે.

Next Article