અમદાવાદના (Ahmedabad) ભાજપના (BJP) વધુ એક કોર્પોરેટર (Women corporators)વિવાદમાં આવ્યા છે. ભાજપના કાઉન્સિલરે 2012થી સોસાયટીનું મેઇન્ટેનન્સ નથી ભર્યું. મેઇન્ટેનન્સ ન ભરતા સોસાયટીએ કાઉન્સિલરના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે.ભાજપના મહિલા કાઉન્સિલરે સોસાયટીનું બાકી લેણું ન ભરતા વિવાદ થયો છે.
બોડકદેવના ભાજપના કોર્પોરેટર વસંતીબેન પટેલ વિવાદમાં
બોડકદેવ વોર્ડના ભાજપના કોર્પોરેટર વસંતીબેન પટેલ વિવાદમાં આવ્યા છે.બોડકદેવ વિસ્તારમાં આવેલ આમ્રપાલી વિભાગ 1માં વસંતીબેન પટેલનો ફ્લેટ આવેલો છે.આ ફ્લેટ તેમણે ભાડે આપેલો છે.વાસંતીબેન પટેલે 2012થી સોસાયટીનું મેઇન્ટેનન્સ ભર્યું નથી.સોસાયટી દ્વારા આ બાબતે અનેક વખત નોટીસ આપવામાં આવી છે.છતાં પણ મેઇન્ટેનન્સ ભરવામાં આવ્યું નથી.જેને લઈને સોસાયટી દ્વારા વસંતીબેન પટેલના ફ્લેટનું પાણીનું કનેક્શન અને સોસાયટી દ્વારા આપવામાં આવતી સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે.સોસાયટીની કમિટિએ કોર્પોરેટર વસંતી પટેલને બાકી રહેલા મેઇન્ટેનન્સના પૈસા ભરવા લીગલ નોટિસ પણ પાઠવી છે.સોસાયટીના ખજાનચીએ જણાવ્યું હતું કે 2 લાખ 45 હજાર મેઇન્ટેનન્સ અને ભાડા ટેક્સ બાકી છે.
મેઇન્ટેનન્સ ના ભરતા સોસાયટીએ વસંતીબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને સોસાયટી કેસ જીતી ગઈ હતી. પરંતુ વસંતીબેન પટેલે ફરીથી કેસને રીઓપન કરાવ્યો છે.વસંતીબેન પટેલનો આક્ષેપ છે કે સોસાયટીના ખજાનચીના નામે બે ફ્લેટ છે પણ તેઓ સિંગલ મેઇન્ટેનન્સ જ આપે છે.જ્યારે જે મકાન માલિકોએ મકાન ભાડે આપ્યા છે તેમની પાસેથી ડબલ મેઇન્ટેનન્સ લેવામાં આવે છે.જેની સામે તેમનો વિરોધ છે.
વિવાદ મામલે શું કહ્યું ભાજપના કોર્પોરેટર વસંતીબેન પટેલે ?
વસંતીબેન પટેલનું કહેવું છે કે મેઇન્ટેનન્સ પેટે તેમના કુલ 1.30 લાખ રૂપિયા ભરવાના બાકી છે.જેની સામે તેઓ વ્યાજ સાથે 1.50 લાખ રૂપિયા ભરવા તૈયાર છે. પરંતુ સોસાયટી તેમની પાસેથી 2.45 લાખ રૂપિયા વસૂલવા માંગે છે.હવે આ અંગે સોસાયટી કોર્ટમાં તમામ હિસાબો રજુ કરે તેવી કાઉન્સિલરની માંગ છે. અને કોર્ટ જે આદેશ કરશે તે મુજબ મેઇન્ટેનન્સના બાકી લેણાં તેઓ ચૂકવશે તેમ કાઉન્સિલરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Pipavav port: ગ્લોબલ રાની શિપ પર જામનગર DRIના દરોડા, પ્રતિબંધિત ઇરાનથી આવતા 3800 ટન ડામર અને શિપ જપ્ત કરાયાં