Ahmedabad : અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા, 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

|

Jul 28, 2023 | 7:50 AM

અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા આ બંને આરોપીઓને પોલીસે ઉદયપુર રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. જેને પગલે તાજેતરમાં જ થલતેજમાં આવેલ ભાઈકાકાનગરમાં ખાતે આવેલા કૃપા મનન એપાર્ટમેન્ટના એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

Ahmedabad  : અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા, 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો
Ahmedabad

Follow us on

Ahmedabad : અમદાવાદના બોડકદેવ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ થલતેજ વિસ્તારના ભાઈકાકા નગર પાસેથી એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીની સાથે અન્ય છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો : Ahmedabad: કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર- મોં અને ગળાના કેન્સરના દર્દીઓને હવે કિમોથેરાપીમાંથી મળશે મુક્તિ- આવી ગઈ છે નવી સારવારની પદ્ધતિ

બોડકદેવ પોલીસની ગિરફતમાં રહેલા આ બંને આરોપીઓને ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય આરોપીઓ નથી. પરંતુ ચોરી કરવામાં માસ્ટર માસ્ટરમાઈડ ગેંગના સાગરીતો અને રીઢા ગુનેગારો છે. જેમને બોડકદેવ પોલીસે ઝડપી લઇ 6 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓને નામ છે ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા આ બંને આરોપીઓને પોલીસે ઉદયપુર રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. જેને પગલે તાજેતરમાં જ થલતેજમાં આવેલ ભાઈકાકાનગરમાં ખાતે આવેલા કૃપા મનન એપાર્ટમેન્ટના એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

આ કેસમાં તપાસ કરતા બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ અભિષેક ધવન કહેવું છે કે ઘરફોડ ચોરીની નજીકથી એક સ્પોર્ટ્સ બાઇક શંકાસ્પદ જોવા મળ્યું જેની તપાસ કરતા ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી હતી. બોડકદેવ પોલીસની તપાસમાં પકડાયેલા બંને આરોપીઓની મોડેસઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ કોઈપણ મકાન કે દુકાનમાં રહેલા તાળાઓને માત્ર એક ડિસમિસથી તોડી નાખતા. અને રેકી કર્યા વગર જ ઘરફોડ ચોરી કરતા જેથી કોઈને શંકા પણ ન જાય. અને ચોરી કર્યા બાદ સીધા રાજસ્થાન ફરાર થઈ જતા જ્યાં ચોરી કરેલ મુદ્દામાલની વહેંચણી કરી લેતા હતા.

આવી જ રીતે પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપી ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા અગાઉ પણ ગાંધીનગર વિસ્તારમાં આ જ મોડસઓપરેન્ડી થી અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. ત્યારે હાલમાં બોડકદેવ વિસ્તારના મકાનમાંથી 35 લાખથી વધુની મત્તાની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત ગુનામાં વાપરેલું વાહન પણ કબજે કરી કુલ રૂપિયા18.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ રિકવર થાય અને અન્ય કોઈ ગુનાઓ આરોપીઓએ આચરેલે છે કે કેમ ? તેને લઇ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article