Ahmedabad: અમદાવાદની સ્થાપનાનું મહત્વનું સ્મારક માણેક બુરજ, જાણો તેના નિર્માણની રસપ્રદ કહાની

|

Mar 26, 2023 | 6:18 PM

અહમદ શાહ બાદશાહે શહેરનું નિર્માણ કરવાની શરૂઆત કરી તેમાં સૌપ્રથમ ગણેશબારી ચણવામાં આવી. સાબરમતી નદી કે જે પહેલા હાલના માણેકચોકમાંથી પસાર થતી હતી ત્યારે અહમદ શાહ બાદશાહે નદીનો પ્રવાહ બદલવા એક મજબૂત કોટ બનાવાની શરૂઆત કરી.

Ahmedabad: અમદાવાદની સ્થાપનાનું મહત્વનું સ્મારક માણેક બુરજ, જાણો તેના નિર્માણની રસપ્રદ કહાની

Follow us on

અમદાવાદની સ્થાપના સાથે સંકળાયેલું સૌથી મહત્વનું સ્મારક એટલે માણેક બુરજ. આ માણેક બુરજ અમદાવાદના એલિસ બ્રિજના ખૂણા પર આવેલો છે કિલ્લાની રાંગ પાસે આવેલા આ બુરજનું નિર્માણ થયું તેની પાછળ એક રસપ્રદ કથા છે. તો ચાલો આજે જાણીએ કે હેરિટેજ શહેર ગણાતા અમદાવાદ શહેરની સ્થાપના સાથે આ બુરજ કેવી રીતે જોડાયેલો છે.

અમદાવાદના પ્રથમ સ્થાપત્ય એવા આ માણેક બુરજને જોતા આપણું ધ્યાન તેની અદભુત કારીગરી અને તેની કોતરણી પર જાય છે. કોતરણી વાળા આ પથ્થર આજે પણ અડગ અને અડીખમ ઊભા છે હાલ તેની સાર સંભાળની જવાબદારી સ્થાનિક પ્રશાસનની છે.

માણેક બુરજની વધુ સારી જાણવણી માટે સમયાંતરે તેનું સમારકામ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદીઓ એલિસ બ્રિજ પરથી પસાર થાવ તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહિ. ઐતિહાસિક વારસાને તમારા સુધી પહોંચાડવાના TV9 ના અમારા પ્રયાસને તમે ચોક્કસથી આવકારશો.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

અહમદ શાહ બાદશાહે માણેક નાથ બાવાની સ્મૃતિ માટે બનાવ્યો બુરજ

કહેવાય છે કે અહમદશાહ બાદશાહએ આ બુરજ માણેકનાથ નામના સંન્યાસીને ખુશ કરવા માટે બનાવવો પડ્યો હતો. પરંતુ અહમદશાહ બાદશાહને શા માટે માણેક નાથ બાવાને ખુશ કરવાની જરૂર પડી તે અંગેની રસપ્રદ વિગતો સાંભળીએ.

બુરજનું નામ પણ આ સંતના નામ પરથી “માણેક બુરજ” રાખવામાં આવ્યું છે બુરજનો અર્થ થાય છે “ગઢ”

શહેરની સ્થાપનાની ઇંટ મૂકાઈ પછી શરૂ થયું શહેરનું નિર્માણ. 26 ફેબ્રુઆરી ઈ.સ. 1411 ના દિવસે અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ આ જગ્યા ઉપર મૂકવામાં આવી હતી અને અમદાવાદના પ્રથમ સ્થાપત્ય માણેક બુરજના નિર્માણ પછી અમદાવાદ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું.

અહમદ શાહ બાદશાહે શહેરનું નિર્માણ કરવાની શરૂઆત કરી તેમાં સૌપ્રથમ ગણેશબારી ચણવામાં આવી. સાબરમતી નદી કે જે પહેલા હાલના માણેકચોકમાંથી પસાર થતી હતી ત્યારે અહમદ શાહ બાદશાહે નદીનો પ્રવાહ બદલવા એક મજબૂત કોટ બનાવાની શરૂઆત કરી.

કહેવાય છે કે માણેક નાથ નામના બાવાને તેની ખબર પડી તેમણે ગોદડી સીવવાનું શરૂ કર્યું હતું. માણેકનાથ બાવા દિવસ આખો ગોદડીમાં દોરાથી ટાંકા ભરતા હતા અને સાંજે એ ટાંકા ઉકેલી નાખતા હતા અને બીજી તરફ રાજાએ ચણાવેલો કોટ પણ પડી જતો હતો.

આ  પણ વાંચો: અડધી ચા, મિલની વ્હિસલ, માણેક બુરજ, પોળ, નગરદેવી ભદ્રકાળી, આશાવલ્લી સાડી સહિતના હેરિટેજ વારસા સાથે વિકાસને આંબેલું શહેર

 

આવું ઘણા દિવસો ચાલ્યુ અને બાદશાહને આ વાતની ખબર પડી કે એક બાવો આ કામ કરી રહ્યો છે. આથી બાદશાહએ તેમને મળવા બોલાવ્યા અને કહ્યું બાવા તમારી શક્તિ બતાવો. આથી માણેકનાથ બાવાએ તેની શક્તિ બતાવી તે જોઈ બાદશાહ દંગ રહી ગયા અને માણેકનાથ બાવાએ કહ્યું બાવા આવું શા માટે કરો છો? બાવાએ કહ્યું બાદશાહ તમે મારા માટે એવું કરો કે મારું નામ હંમેશાં માટે યાદ રહી જાય. ત્યારબાદ બાદશાહે આ માણેક બુરજની સ્થાપના કરી અને અમદાવાદનું પ્રથમ સ્થાપત્ય બન્યું “માણેક બુરજ”.

તેમજ માણેકનાથા બાવાની  સમાધિ જે સ્થળે છે  તે સ્થાન આજે અમદાવાદના પ્રખ્યાત ખાણીપીણી બજાર માણેકચોકના નામે જાણીતું છે.

 

Published On - 6:15 pm, Sun, 26 March 23

Next Article