Ahmedabad: AMTSના સ્પેશિયલ વર્ધીના ભાડામાં થયો 25 ટકાનો ઘટાડો, જાણો હવે કેટલુ ભાડુ ચુકવવુ પડશે

|

Aug 16, 2023 | 9:32 AM

અમદાવાદની સિટી બસ એટલે કે AMTSના સ્પેશિયલ વર્ધીના ભાડામાં 25 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS કમિટી દ્વારા 12 કલાકથી વધુ સમય માટે ભાડે એએમટીએસ બસ લેનારાઓ માટે 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

Ahmedabad: AMTSના સ્પેશિયલ વર્ધીના ભાડામાં થયો 25 ટકાનો ઘટાડો, જાણો હવે કેટલુ ભાડુ ચુકવવુ પડશે

Follow us on

Ahmedabad : 15 ઓગસ્ટના દિવસે અમદાવાદીઓને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની સિટી બસ એટલે કે AMTSના સ્પેશિયલ વર્ધીના (AMTS Rent price) ભાડામાં 25 ટકા જેટલુ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS કમિટી દ્વારા 12 કલાકથી વધુ સમય માટે ભાડે એએમટીએસ બસ લેનારાઓ માટે 25 ટકા સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે રાજ્યના આ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની સંભાવના, જુઓ Video

AMTSના 12 કલાકના ભાડામાં ઘટાડો

અમદાવાદના લોકો લગ્ન પ્રસંગ કે અન્ય સામાજીક પ્રસંગોમાં AMTS બસને ભાડે લેતાં હોય છે. જો કે અત્યાર સુધી અમદાવાદીઓ 12 કલાક માટે લીધેલી AMTSનું ભાડુ રુપિયા 12 હજાર ચુકવતા હતા. જો કે હવે 12 કલાક માટે લીધેલી બસનું ભાડુ માત્ર 9 હજાર ચુકવવું પડશે. AMTS કમિટી દ્વારા હવે AMTS બસને 12 કલાક માટે ભાડે લેતા લોકોને ત્રણ હજાર રુપિયાની રાહત આપવામાં આવી છે. એટલે કે અમદાવાદીઓને ખૂબ જ મોટુ ડિસ્કાઉન્ટ મળી રહેશે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

12 કલાકના માત્ર રૂપિયા 9 હજાર ચુકવવાના રહેશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રથમ બે કલાક માટે રૂ. 2,000 રુપિયા ભાડુ લેવામાં આવે છે. ત્યારપછી પ્રતિ કલાક લેખે રૂ.1,000નો ચાર્જ વસુલ કરવામાં આવે છે. જો કે હવે 12 કલાક માટે AMTS બસ ભાડે લેવાની થશે, તો તેમને રૂ. 3,000નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ હવે રૂપિયા 12 હજારને બદલે માત્ર રૂપિયા 9 હજાર ચુકવવાના રહેશે. એટલે કે નાગરિકોએ હવે વધારે કલાક માટે જો બસની જરૂર હશે તો તેમને ઓછા દરે લાભ મળી રહેશે.

રુપિયા ત્રણ હજારનું આપવામાં આવશે ડિસ્કાઉન્ટ

AMTS કમિટીના ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે AMTS દ્વારા નાગરિકોને લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં સ્પેશિયલ વર્ધી માટે બસ ભાડે  આપવામાં આવે છે. જેમાં પ્રથમ બે કલાકના રૂપિયા બે હજાર ચાર્જ થાય છે. પછીના સમયગાળા માટે પ્રતિ કલાકના રૂપિયા 1 હજારનો ચાર્જ લેવામાં આવે છે. જો કે તાજેતરમાં યોજાયેલી AMTS કમિટીમાં કોઈપણ નાગરિકને 12 કલાક માટે બસ ભાડે જોઈતી હોય તો તેમનો પ્રતિ કલાકના હજાર લેખે રૂપિયા 12 હજારનું ભાડુ આપવા નિર્ણય લેવાયો છે. એટલે કે તેમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article