Ahmedabad : સોમવારથી શહેરમાં AMTS અને BRTS બસો ફરી દોડશે, AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

|

Jun 05, 2021 | 7:17 PM

Ahmedabad : શહેરમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં 18 માર્ચથી AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દેવામાં આવી હતી.

Ahmedabad : શહેરમાં માર્ચ મહિનાથી કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ જતાં 18 માર્ચથી AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દેવામાં આવી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરૂ કરવા આવી રહી છે. સોમવારથી AMTS અને BRTS બસ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે બંધ કરવામાં આવેલી બસોને હવે નિયમો સાથે 50 ટકા કેપેસીટી સાથે દોડાવવામાં આવશે.

AMCને કરોડોની આવક ગુમાવવી પડી
અમદાવાદમાં નોકરિયાત, કોલેજ સ્ટુડન્ટ તેમજ ધંધાદારીઓ સૌથી વધુ AMTS અને BRTSનો ઉપયોગ કરે છે. સામાન્ય દિવસોમાં AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. જેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

જેથી દૈનિક માત્ર 3 લાખની આસપાસ લોકો સિટી બસનો ઉપયોગ કરતા હતા. AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર્સ અને કંડકટર્સની રોજગારી પણ બંધ પડી ગઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે
કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી AMTS અને BRTS બસ સેવા બંધ છે. AMTS બસસેવા પહેલાંથી જ ખોટમાં ચાલી રહી છે. ત્યારે કોરોનાને કારણે ફરી મોટી આર્થિક કટોકટીનો સામનો AMTSને કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓને પગારના ચૂકવવામાં ફાંફાં પડી રહ્યાં છે.

લાખો રૂપિયાનો પગાર કરવાનો હોય છે અને કોન્ટ્રેક્ટની બસોને પણ કેટલાક ટકાની રકમ ચૂકવવાની હોય છે. એક તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે, ત્યારે ફરી સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન્સ સાથે AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવે એવી લોકો માગ કરી રહ્યા છે.

 

Published On - 7:10 pm, Sat, 5 June 21

Next Video