અમદાવાદમાં ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન 231 કરોડનો ખર્ચ કરશે, ટેન્ડર બહાર પડાયા

|

Sep 22, 2021 | 6:45 AM

ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ માટે કોર્પોરેશન દ્વારા થનારા કામોનું ગાંધીનગર ખાતે યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોર્પોરેશનના ટોચના અધિકારીઓએ બ્રિફિંગ કર્યું હતું.

ગાંધી આશ્રમના( Gandhi Ashram) રી-ડેવલોપમેન્ટ માટે અમદાવાદ કોર્પોરેશન(Amc) 231 કરોડનો ખર્ચ કરશે.ગાંધી આશ્રમ રી-ડેવલોપમેન્ટ(Redevelopment)એરિયામાં કોર્પોરેશને વિવિધ કામો માટે ટેન્ડરો બહાર પાડયા છે.આ પ્રોજેકટમાં કોર્પોરેશન દ્વારા થનારા કામોનું ગાંધીનગર ખાતે યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોર્પોરેશનના ટોચના અધિકારીઓએ બ્રિફિંગ કર્યું હતું.

જેમાં 22.87 કરોડના ખર્ચે વોટર સપ્લાય અને વોટર ડિસ્ટ્રીબ્યુશનના કામો કરવામાં આવશે..14.13 કરોડના ખર્ચે નવું સિવર નેટવર્ક તૈયાર કરવામાં આવશે.25.03 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક બનાવવામાં આવશે.સૌથી મહત્વનું 46.11 કરોડના ખર્ચે ચંદ્રભાગા ડ્રેનેજ નેટવર્કનું કામ કરવામાં આવશે..આ માટે બે વીયર, રિટેનીંગ વોલ તેમજ ત્રણ બ્રિજ બનાવવામાં આવશે.

જ્યારે 38.09 કરોડના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે.એરિયા ફીલિંગ અને માટી પુરાણ માટે 51.11 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ 20.28 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ ઉભી કરવામાં આવશે.આ ઉપરાંત લેન્ડસ્કેપિંગ અને સ્કૂલના ટ્રાન્સફર માટે 13 કરોડનો ખર્ચ કરવામાં આવશેઆમ ટોટલ 231.03 કરોડના કામો માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 19 સપ્ટેબરના રોજ ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ( Gandhi Asharm Redevelopement) પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.. જેમાં અમદાવાદ સર્કિટ હાઉસમાં સીએમની મહત્વની બેઠક મળી હતી.

જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કે.કૈલાશનાથન, ઓએસડી, આઈ.કે. પટેલ હાજર રહયા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના સબંધિત તમામ અધિકારીઓ હાજર રહયા હતા.

આ પણ વાંચો :છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ, બોડેલીમાં ઘરોમાં કેડસમા પાણી ભરાયા, જુઓ વિડીયો

આ  પણ વાંચો: GANDHINAGAR : ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભાના દંડક બનાવાયા

Published On - 6:33 am, Wed, 22 September 21

Next Video