Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્સ રિકવરી કરવા માટે ટેલિકોમ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. હવે AMC 2000ની નોટથી પણ એડવાન્સ ટેક્સ સ્વીકારશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દ્વારા તા.14.02.23 થી તા. 30.04.23 સુધી 100 % વ્યાજ માફીની “One Time Settlement” યોજના અમલમાં હતી.
આ યોજનાનો કરદાતાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. આ સમયગાળા દરમિયાન અંદાજીત રૂ. 700 કરોડથી વધુ વસૂલાત કરાઈ છે. આમ, ટેક્સની આવકમાં વિક્રમજનક વધારો નોંધાયેલ છે. તા.18.04.23 થી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને 12% થી 15% સુધીનું રીબેટ આપવામાં આવે છે. જેનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધી સમગ્ર શહેરના 37% જેટલા કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે.
ઉપરોક્ત બન્ને યોજનામાં કરદાતાઓએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લીધા બાદ સદર યોજનાનો સમયગાળો પૂર્ણ થયા પછી પણ જે કરદાતાઓએ પોતાનો જૂનો ટેક્સ ભરેલો નથી, તેઓની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરેલુ છે. આમ, અલગ અલગ સેક્ટરોનો બાકી ટેક્સ હોય તેવી કંપનીઓને નોટિસ આપી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જે અંતર્ગત હાલમાં ટેલીકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા, ટાટા ટેલી સર્વિસ, ગુજરાત ટેલી લીંક પ્રા. લી., રિલાયન્સ કોમ્યુનિકેશન લી. જેવી ટેલિકોમ કંપનીઓનો નીચે મુજબ ટેક્સ બાકી છે. સદર ટેલિકોમ કંપનીઓને છેલ્લી ચેતવણીની નોટિસ આપવામાં આવેલ છે અને હવે પછી કડક કાર્યવાહી કરવામાં આવશે.
જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર તથા એસ્ટેટ ડિપાર્ટમેન્ટને જાણ કરી જ્યાં સુધી પૂરેપૂરા ટેક્સની વસૂલાત ના થાય ત્યાં સુધી સદર કંપનીઓને Road Opening Permit (ROpermit) આપવામાં ન આવે તેવું જણાવવામાં આવશે જેથી આ કંપનીઓને કેબલ નાંખવા માટે RO permit નહીં મળે. આ ઉપરાંત જો બાકી ટેક્સ ભરપાઈ ન થાય તો કલમ- 45,46 મુજ્બ નોટિસ બજાવી સીલીંગ તથા હરાજી સુધીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યો.
આજ રીતે હવે પછી અલગ-અલગ સેક્ટર જેવા કે, હોટલ હોસ્પિટાલીટી સેક્ટર, IT સેક્ટર, ફાઇનાન્સીયલ સર્વિસ સેક્ટર, કનેક્શન સેક્ટર, રીફલ સેકેટર વગેરે રોટરવાઈઝ અલગથી રીકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એડવાન્સ રીબેટ સ્કીમના છેલ્લા દિવસે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓ માટે સીવીક સેન્ટર પર કેશ સ્વીકારવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad : વરસાદે ખોલી AMC તંત્રની પોલ, ગુલબાઈ ટેકરા ખાતે ભૂવામાં ખાબકી કાર, જુઓ Video
એડવાન્સ રીબેટ સ્કીમના છેલ્લો દિવસ બાકી છે તો બાકી કરદાતાઓને તેનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે. એડવાન્સ ટેક્સ કેશથી ભરવા ઈચ્છતા હોય તેવા કરદાતાઓ માટે સીવીક સેન્ટર પર કેશ સ્વીકારવામાં આવશે. કરદાતાઓ પાસેથી 2000 રૂપિયાની નોટ સ્વીકારવામાં આવશે અને કરદાતાઓ 2023-24 ઉપરાંત 2024-25 તથા 2025-26નો એડવાન્સ ટેક્સ પણ ભરી શકશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:52 pm, Tue, 30 May 23