અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અંગે એએમસીની કડક કાર્યવાહી

|

Oct 21, 2021 | 11:51 PM

અમદાવાદ કોર્પોરેશનના ઢોર ખાતા દ્વારા શહેરમા દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી આ કાર્યવાહી શરૂ રાખવામાં આવશે

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અંગે એએમસીની કડક કાર્યવાહી
Ahmedabad AMC catching 140 stray cattle every day

Follow us on

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર સામે એએમસીએ લાલ આંખ કરી છે. કોર્પોરેશનના ઢોર ખાતા દ્વારા શહેરમા દરરોજ 140થી વધુ ઢોર પકડવામાં આવે છે. તેમજ જ્યાં સુધી રખડતા ઢોરની સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી આ કાર્યવાહી શરૂ રાખવામાં આવશે. જેમાં ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રખડતાં ઢોર બાબતે સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મામલે એએમસીએ અત્યાર સુધી ઢોરના માલિકો સામે 80 જેટલી FIR દાખલ કરી છે. જ્યારે
રખડતા ઢોરના 202 માલિકોને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત એએમસી સપ્ટેમ્બર મહિનામા 1073 રખડતા ઢોર પકડયા હતા અને 142 રખડતા ઢોર છોડવામાં આવ્યા હતા. જ્યારે 8.65 લાખ દંડ ઉઘરાવવામાં આવ્યો હતો. તેમજ રખડતા કુતરાની 262 ફરિયાદો અને રખડતા ઢોરની 254 ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર રખડતાં ઢોરની સમસ્યા સામાન્ય બની છે. તેમજ આ મુદ્દે હાઇકોર્ટેમાં પણ વારંવાર અરજી કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે પણ લોકોની હાલાકી દૂર કરવા માટે રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવા માટે તંત્રને તાકીદ કરી છે. જો કે સમયાંતરે આ સમસ્યા ફરી ઉદભવે છે. તેમજ તેના કાયમી નિરાકરણ માટે કોર્પોરેશન તંત્ર હજુ સુધી કોઇ નક્કર આયોજન કરી શક્યું નથી.

આ પણ વાંચો : રાજકોટના ધોરાજીમાં રસ્તાની બિસ્માર હાલત, વાહન ચાલકો હેરાન પરેશાન

આ પણ વાંચો : ગુજરાતમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે સમિતિની રચના, 15 દિવસમાં અહેવાલ રજૂ કરશે

Published On - 11:38 pm, Thu, 21 October 21

Next Video