
Ahmedabad: IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થીઓ જેઓ 45 વર્ષથી ઓછી વયના હોય અને સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા હોય એમને IIMA 2015થી યંગ એલ્યુમની અચીવર્સ ઍવોર્ડ (Young Alumni Achievers Award) આપી રહ્યું છે. જેમાં આ વર્ષે શાર્ક ટેન્ક ઇન્ડિયા ફેમ વિનિતા સિંઘ સહિત 9 પૂર્વ વિદ્યાર્થીઓને સમાજમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા.
2015 થી IIM અમદાવાદ તેના એવા પૂર્વ વિદ્યાર્થીઓને ઍવોર્ડથી સન્માનિત કરે છે કે જેમની ઉંમર 45 વર્ષથી ઓછી હોય અને કોર્પોરેટ જગતમાં લીડર બની ઉભર્યા હોય, નવા ઉદ્યોગ સાહસિક, પબ્લિક એન્ડ સોશિયલ સર્વિસ, શિક્ષણ, આર્ટસ એન્ડ એન્ટરટેનમેન્ટ અને સ્પોર્ટ્સમાં આગવું સ્થાન હાંસિલ કરી યોગદાન આપ્યું હોય. યંગ એલ્યુમની અચીવર્સ ઍવોર્ડની 8મી શ્રેણીમાં 9 પૂર્વ વિદ્યાર્થીઓને એમની કામગીરી માટે ઍવોર્ડ અપાયા. જેમાં McKinsey ના પાર્ટનર આદિત્ય શર્મા, ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયા પ્રેસિડેન્ટ પ્રભજિત સિંધ, બ્રાન્ચ ઇન્ટરનેશનલ ના એમડી સુચેતા મહાપાત્રા, ઇલાસ્ટિકરન ના કો-ફાઉન્ડર સંદીપ દેશમુખ, નોબ્રોકર.કોમ ના કો-ફાઉન્ડર ના સૌરભ ગર્ગ, સુગર કોસ્મેટિક ના કો-ફાઉન્ડર વિનિતા સિંઘ, IAS કે. થવાસીલન, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના એડવાયઝર શ્રીજનપાલ સિંઘ અને રાઇટર તનુજ સોલંકીને ઍવોર્ડ અપાયા.
આ પણ વાંચો : Ahmedabad: માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની યોજાઈ TATની મુખ્ય પરીક્ષા, પ્રિલીમ પાસ કરનારા 60 હજાર ઉમેદવારોની કસોટી
2006-07 માં IIM અમદાવાદમાં અભ્યાસ કરી ચૂકેલ અને સુગર કોસ્મેટિક્સના ફાઉન્ડર તેમજ શાર્ક ટેન્ક ઇન્ડીયા હોસ્ટ વીનીતા સિઘે જણાવ્યુ હતુ કે દરેક ગુજરાતી ધંધો કરવાનુ જાણે છે. ગુજરાતમાં બે વર્ષનુ નાનુ બાળક પણ બિઝનેસને સમજે છે અને અસલી બિઝનેસ શું છે તે ગુજરાતીઓને ખબર છે. દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયન ડોલર લઇ જવી હશે તો સ્ટાર્ટ અપથી જ લઇ જઇ શકાશે. વિનીતાએ જણાવ્યુ હતુ કે તેઓએ પણ અમદાવાદમાં રહીને પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. જે યુવાઓ ઉદ્યોગસાહસિક બનવા માગે છે તેમને વિનીતા સિહેં સલાહ આપતા જણાવ્યુ હતુ કે સ્ટાર્ટ અપ્સની જર્ની ખુબ જ લાંબી હોય છે અનેક નિષ્ફળતાઓ મળે છે પરંતુ તેનાથી ડરીને બેસી ન રહેતા પ્રયાસો ચાલુ રાખવા જોઇએ. સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો