Ahmedabad: અમદાવાદીઓને હવે ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી, તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગર ખાતે કરાયુ કેરી મેળાનું આયોજન

|

May 14, 2023 | 8:15 PM

Ahmedabad: તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગરમાં ગુરુકૂળ પાસે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેરી મેળાનું વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રિબિન કાપી ઉદ્દઘાટન કરાવ્યુ. આ મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે.

Ahmedabad: અમદાવાદીઓને હવે ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી, તાલાલાના ખેડૂતો દ્વારા મેમનગર ખાતે કરાયુ કેરી મેળાનું આયોજન

Follow us on

એક તરફ રાજ્યમાં કાળજાળ ગરમી પડી રહી છે. ત્યાં બીજી તરફ આ ગરમી વચ્ચે લોકોને રાહત આપતી એવી કેસર કેરી ખાવાની પણ સિઝન ચાલી રહી છે. જોકે કેટલાક વચેટીયાઓ દ્વારા બજારમાં કેરી વેચવાના કારણે ખેડૂતો અને લોકોને નુકસાન જતું હોય છે. ત્યારે આ નુકસાની ન જાય અને ખેડૂતોને અને ગ્રાહકોને સીધો ફાયદો મળે સારી કેરી મળે તે માટે તાલાલા ના કેટલાક ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું. જે મેળાનું આજે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે રીબીન કાપી શરૂઆત કરાવી.

અમદાવાદીઓને ઘર આંગણે જ મળી રહેશે ગીરની પ્રખ્યાત કેસર કેરી

અમદાવાદના મેમનગર ગુરુકુળ પાસે બે મહિના માટે કેરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. મેળામાં 60 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં સીધા ખેડૂતો તાલાલાની કેસર કેરીનો પાક લઈને આવશે અને ખેડૂતોથી સીધો ગ્રાહક સુધી તે પાક પહોંચશે. જ્યાં લોકોને 500 થી લઈને 1500 રૂપિયાની નાનાથી મોટા ફળની વિવિધ કેરીઓ મળી રહેશે.

તાલાલાના ખેડૂતો દ્વારા સીધુ વેચાણ થતુ હોવાથી વચેટિયાઓનો નફો બંધ થશે

આયોજક ખેડૂતો નું માનવું છે કે કેરીની સીઝન દરમિયાન ખેડૂતો પાસેથી વચેટિયાઓ કેરી ખરીદીને બજારમાં ઊંચા ભાવે વેચે છે. જેના કારણે લોકોને મોંઘી કેરી મળી રહે છે. જ્યારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવાથી વચેટીયાઓનો નફો બંધ થઈ જશે જેના કારણે ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે. જેથી ખેડૂતોને પણ નુકસાન નહીં જાય અને ગ્રાહકોને સસ્તા ભાવે સારી કેરી એક જ સ્થળ પરથી મળી રહેશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો: Rath Yatra 2023 : અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી, 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર

ગ્રાહકોને ખેડૂતોના ભાવે જ સસ્તી કેરી મળી રહેશે

કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય અમિત ઠાકરે પણ વચેટિયાઓની બાબતે સરકાર કામ કરી રહી હોવાનું નિવેદન આપી. લોકો માટે સરકાર હરહંમેશ કાર્યરત હોવાનું જણાવ્યું. તો ચાલુ સિઝનમાં ગરમી દરમિયાન કમોસમી વરસાદ પણ પડ્યો હતો. જેના કારણે લોકોને ભીતી હતી કે આ સિઝનમાં કેરીની અછત સર્જાશે અને લોકોને મોંઘી કેરી મળશે. જો કે ખેડૂતોનું કહેવું હતું કે વરસાદના કારણે કેરીના પાકને વધુ નુકસાન થયું નથી. તેમજ કેરીનો ભાવ પણ ઓછો ચાલી રહ્યો છે. જોકે વચેટિયાઓના કારણે ભાવ વધી જતા હોવાથી લોકોને તેની અસર પડી રહી છે અને તેજ અસર દૂર કરવા માટે ખેડૂતો દ્વારા મેળાનું આયોજન કરીને લોકોને સસ્તા સારા ભાવે કેરી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું.

ગુજરાત સહિત  અમદાવાદ શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:12 pm, Sun, 14 May 23

Next Article