Ahmedabad : શિવરંજની કેસમાં ટ્રાફિક JCPનું નિવેદન, માત્ર પીછો કરનારને કસૂરવાર માની શકાય નહીં

|

Jul 06, 2021 | 5:25 PM

શિવરંજની કેસમાં ટ્રાફિક JCP એ નિવેદન આપ્યું હતું કે, માત્ર પીછો કરનારને કસુરવાર ગણી શકાય નહીં. વધુમાં જણાવ્યું કે, હોમગાર્ડના દાવાને આધારે તેની કોલ ડિટેલ્સ અને લોકેશનની પણ તપાસ કરવામાં આવશે.

શિવરંજની કેસમાં હોમગાર્ડને (Home Guard) પોલીસ પુછપરછમાં સાક્ષી માનવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસે ટ્રાફિક કમિશ્નરને હોમગાર્ડની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રાફિક JCP એ(Joint Police Commissioner) આ મામલે નિવેદન આપ્યું છે કે, માત્ર પીછો કરનારને કસુરવાર ગણી શકાય નહીં.

ઉપરાંત જણાવ્યું કે, હોમગાર્ડના દાવાને આધારે તેની કોલ ડિટેલ્સ (Call Details) અને લોકેશનની (Location) પણ તપાસ કરવામાં આવશે અને અકસ્માત થયા બાદ હોમગાર્ડની શું ભૂમિકા હતી તેની પણ તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, પોલીસ ચોપડે હજુ સુધી હોમગાર્ડ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

ઉપરાંત હોમગાર્ડ જવાન ફરજ પર મોડો પહોંચતા પરત મોકલવામાં આવ્યો હતો. અને શંકાના આધારે તેણે પર્વ શાહનો (Parva Shah) પીછો કર્યો હતો, ત્યારે આ દાવાની પણ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે આ મામલે હોમગાર્ડનો બચાવ કરતા JCP એ કહ્યું હતું કે, ફક્ત પીછો કરવાના મામલે હોમગાર્ડને કસુરવાર માની શકાય નહીં, કારણ કે કારમાં તે સમયે આંતકીઓ અને અપરાધીઓ પણ હોઈ શકે છે.

વધુમાં ઉમેર્યું કે, હોમગાર્ડ પરબતના (Parbat) જણાવ્યા અનુસાર, પર્વ શાહે દુરથી જ કાર પાછી વાળી હતી. મોટા ભાગે દારુના ખેપિયા અને આંતકવાદીઓ અને અપરાધીઓ આ પ્રકારની પ્રવુતિઓ કરતા હોય છે. ત્યારે હાલ હોમગાર્ડ એ દાવો કર્યો છે કે, શંકાને આધારે તેણે પર્વનો પીછો કરીને ટ્રાફિક કંટ્રોલ રૂમમાં (Control Room) ફોન પણ કર્યો હતો. જો કે હાલ, JCP દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, હોમગાર્ડ પરબત વિરુધ્ધ  પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો : OMG: એક એવું ગામ જ્યાં ક્યારેય નથી પડતો વરસાદ, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

 

આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના તાજા સમાચાર

Published On - 5:23 pm, Tue, 6 July 21

Next Video