1.ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી અપાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવારથી જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળીઅપાશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે.
2.રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી દર બુધવારે રાજ્યભરમાં નહીં અપાય કોરોનાની રસી
રાજ્યમાં હવેથી બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મમતા દિવસ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતુબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે.
3.ગુજરાતના પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ
ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના ગવર્નર તરીકેનો વધારાનો હવાલો હતો. તેમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. હવે તેઓ ઉતરપ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત રહેશે, તો વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂરો થતા તેમને ગવર્નર તરીકેની પદભારમાથી મુક્ત કરવામાં આવ્યા છે.
4.વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી 15મી તારીખે ગુજરાતની મુલાકત લઈ શકે છે. ગાંધીનગરમાં રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. ઉપરાંત વડનગર, વેરઠા, મહેસાણા બ્રોડગેજ રેલવે લાઈનનું લોકાર્પણ કરશે.
5.યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યપ્રધાન વિજય રુપાણીની લીધી મુલાકાત
મુખ્યપ્રધાન વિજય રુપાણીની સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નર Ms.Grace Akelloએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને યુગાન્ડા અને ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી પણ આપી હતી.
6.કોરોનાકાળમાં જીવન આસ્થા હેલ્પ લાઈન 116 લોકો માટે સંજીવની બની
જીવનથી કંટાળેલા તેમજ માનસિક રીતે હારેલા વ્યક્તિઓ દ્વારા અનેકવાર આપઘાત કર્યા હોવાના કિસ્સા સામે આવે છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી જીવન આસ્થા હેલ્પ લાઈન પર કોરોનાકાળ દરમિયાન ભાવનાત્મક અને માનસિક સમસ્યાથી પીડાતા હોય તેવા 19થી 35 વર્ષના લોકોના સૌથી વધુ ફોન આવ્યા છે.
7.અમદાવાદમાં ડાયમંડ એસોસિએશને કોરોનામાં મૃત્યુ પામેલા સભાસદોના પરિવારને કરી આર્થિક મદદ
અમદાવાદમાં ડાયમંડ એસોસિએશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ચાલુ વર્ષ દરમિયાન અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા જે સભાસદોનું કોરોનાનાં કારણે મુત્યુ થયું હોય, તેવા સભાસદોના વારસદારને 80 હજાર રૂપિયાની આર્થિક મદદ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.
8. મોરવા હડફની પેટાચૂંટણીમાં જીતેલા ઉમેદવારની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી
મોરવા હડફની પેટાચૂંટણીમાં જીતેલા ઉમેદવારની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. કોંગ્રેસના સુરેશ કટારા દ્વારા હાઇકોર્ટેમાં અરજી કરવામાં આવી છે. ભાજપના નિમિષા સુથારના જાતિ પ્રમાણપત્ર અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.હાલ, ગુજરાત હાઇકોર્ટે ભાજપના પેટાચૂંટણીના ઉમેદવાર નિમિષા સુથારને સમન્સ પાઠવ્યું છે.
9.ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ
ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં બીએ, બીકોમ, બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા યોજાઇ છે. સાથે જ બીબીએ,બીસીએ સેમ-1ની પરીક્ષા પણ યોજવામાં આવી છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. હાલ,100થી વધારે સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું છે.
10. બનાસકાંઠા જિલ્લામાં સંતાનોનું ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સ્થળાંતર કરવા વાલી મજબુર
કોરોના મહામારી બાદ સૌથી કફોડી પદ્ધતિ ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા બાળકોના વાલીઓની થઈ છે. એક તરફ શાળાઓ બંધ છે જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણના નામે માતબર ફી વસૂલી રહી છે. જેના કારણે જે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે.
આ પણ વાંચો : Gujarat : સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી દર બુધવારે રાજ્યભરમાં નહીં અપાય કોરોનાની રસી