Ahmedabad: શાકભાજી બાદ ફળોના ભાવમાં પણ ભડકો, વરસાદી સિઝન, અધિક માસ અને વ્રતો શરૂ થતા હોવાથી એકાએક ઉંચકાયા ભાવ

|

Jul 16, 2023 | 6:05 PM

Ahmedabad: ટામેટા અને શાકભાજી બાદ હવે ફ્રુટના ભાવમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. એકતરફ વરસાદી સિઝન, મંગળવારથી શરૂ થતો અધિક માસ અને વ્રતના દિવસો નજીક આવતા હોવાથી હાલ ફળોના ભાવ એકાએક ઉંચકાયા છે. આથી સામાન્ય લોકો માટે ઉપવાસ કરવા પણ મુશ્કેલ બન્યા છે.

Ahmedabad: શાકભાજી બાદ ફળોના ભાવમાં પણ ભડકો, વરસાદી સિઝન, અધિક માસ અને વ્રતો શરૂ થતા હોવાથી એકાએક ઉંચકાયા ભાવ

Follow us on

Ahmedabad: હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મંગળવારથી અધિક શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. તેમજ દશામાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. આ દિવસો દરમિયાન લોકો વ્રત, ઉપવાસ રાખતા હોય છે. જે ઉપવાસ અને વ્રત દરમિયાન સૌથી વધારે લોકો ફળોને આરોગતા હોય છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિના દરમિયાન લોકો ક્યાંક ઓછા ફળો આરોગે તો નવાઈ નહીં. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે શ્રાવણ મહિનો અને દશામાંનું  વ્રત આવતા જ ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. માત્ર શ્રાવણ મહિનો અને દશામાંના વ્રતના કારણે નહીં પરંતુ વરસાદના કારણે પણ ફળોના ભાવમાં વધારો નોંધાયાનું વેપારી કહી રહ્યા છે.

એક સપ્તાહ પહેલાના ભાવો અને હાલના ભાવો પર એક નજર

  • સફરજન એક સપ્તાહ પહેલા 200 થી 250 કિલો જે હાલ 300ના કિલો
  • કેરી એક સપ્તાહ પહેલા 300 થી 400ની પેટી મળતી જે હાલ 600 ની પેટી
  • સિઝનેબલ ચેરી એક સપ્તાહ પહેલા 200 થી 250 ની પેટી મળતી જે હાલ 400 ની પેટી
  • રાસબરી એક સપ્તાહ પહેલા 100 ની કિલો મળતી જે હાલ 200ની કિલો
  • કેળા એક સપ્તાહ પહેલા 40ના ડઝન હતા જે હાલ 60 ના ડઝન થયા
  • જમરૂખ હાલ 200 ના કિલો હોવા જોઈએ જે હાલ 300 ના કિલો
  • ઓરેન્જ એક સપ્તાહ પહેલા 100ના કિલો હતા જે હાલ 140 ના કિલો
  • ચીકુ એક સપ્તાહ પહેલા 80 ના કિલો હતા જે હાલ 150 ના કિલો

વેપારીની વાત માનીએ તો સૌથી વધારે સફરજન અને ચેરીના ભાવમાં વધારો નોંધાયો છે. તે સિવાય અન્ય ફળોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. વેપારીના મતે શ્રાવણ મહિનો અને દશામાનું વ્રત આવતા સામાન્ય ભાવ ઉછાળો જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે આ મહિનાઓ સાથે જે જગ્યા ઉપરથી સૌથી વધારે ફળો આવતા હોય છે એવા હિમાચલમાં વરસાદ અને પુર આવવાના કારણે ફળોના પાકને નુકસાન થયું છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રસ્તાઓનું ધોવાણ થતા ફળોના આવવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. જે બે બાબતને લઈને શ્રાવણ મહિનો અને દશામાંના વ્રતમાં ફળોની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો થતા ભાવ વધારો નોંધાયો છે. જે ભાવ વધારા સામે બજારમાં ફળોની ખરીદી કરવા આવનાર લોકો ભાવ વધારાથી નારાજ જોવા મળ્યા. તેમજ ભાવ વધારાના કારણે તેમના બજેટ પર પણ અસર પડી હોવાનું પણ તેઓએ જણાવ્યું. જો કે ભાવ વધારે છતાં પણ ખરીદી કરીને ખાનાર લોકો એટલી જ ખરીદી કરી રહ્યા હોવાનું પણ ગ્રાહકે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad : RTE હેઠળ ગરીબ બાળકોનો હક્ક મારવાનો કેટલાક અમીર વાલીઓ દ્વારા કારસો, 10 બાળકોના એડમિશનમાં સામે આવી ચોંકાવનારી હકીકત

હજુ તો શ્રાવણ મહિનાની શરૂઆત જ છે અને તે પહેલાં ફળોના ભાવમાં વધારો નોંધાયો છે. અને હજુ પણ શ્રાવણ મહિના દરમિયાન કેટલાક ફળોના ભાવમાં વધારો નોંધાવાની શક્યતા છે. એટલું જ નહીં પરંતુ હજુ પણ આ ભાવ વધારો 15 થી 20 દિવસ કે એક મહિનો સુધી યથાવત રહે તેવું પણ વેપારીઓનું અનુમાન છે. ત્યારે દર વર્ષની જેમ આ શ્રાવણ મહિનો અને દશામાનુ વ્રત લોકો માટે મોંઘો નીકળશે તેમ કહેવું હોય તો નવાઈ નહીં. એટલે કે આ શ્રાવણ મહિનો અને દશામાના વ્રતમાં લોકોએ ઓછા ફળો ખાઈને કામ ચલાવવું પડશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article