Ahmedabad : ખાડિયામાં વૃદ્ધ વ્યક્તિને નકલી પોલીસ બનીને લૂંટનાર આરોપીની ધરપકડ

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પોલીસના સ્વાંગમા વૃદ્ધને લૂંટનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ વ્યક્તિએ નકલી પોલીસ બનીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે. આ અગાઉ રામોલ અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં યુવક ઝડપાયો હતો. આ પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ અયુબ શાહ ઈબ્રાહીમ શાહ દીવાન છે

Ahmedabad : ખાડિયામાં વૃદ્ધ વ્યક્તિને નકલી પોલીસ બનીને લૂંટનાર આરોપીની ધરપકડ
Ahmedabad Police Arrest Accused
| Edited By: | Updated on: Dec 15, 2022 | 5:46 PM

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પોલીસના સ્વાંગમા વૃદ્ધને લૂંટનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ વ્યક્તિએ નકલી પોલીસ બનીને અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે. આ અગાઉ રામોલ અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં યુવક ઝડપાયો હતો. આ પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ અયુબ શાહ ઈબ્રાહીમ શાહ દીવાન છે. જેમાં અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોની સાથે રૂપિયા પડાવતો હતો. આ ઘટનાની વાત કરીએ તો ચાંદખેડા માં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા એક વૃદ્ધ આસ્ટોડિયા પાસે ઉભા હતા ત્યારે આરોપીએ તેમની નજીક આવીને ઊંચા અવાજે કહ્યું કે હું પોલીસ માં છું તમે છોકરીની છેડતી કરો છો અને તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.. જેથી ગભરાઈ ગયેલા વૃદ્ધ બાઈક પર બેસી ગયા હતા અને થોડેક દુર એક બેંક ATMમાંથી રોકડ રૂપિયા કઢાવ્યા હતા.. આ ઘટનાને લઈને વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જેમાં પકડાયેલા નકલી પોલીસ અયુબ શાહ દીવાન મૂળ વટવા નો રહેવાસી છે.  પૈસા કમાવવા આરોપી નકલી પોલીસ બનીને લોકોને ડરાવતો હતો અને પૈસા પડાવતો હતો. આ અગાઉ આરોપીએ વર્ષ 2019 માં રામોલમાં અને 2021માં રખિયાલમાં નકલી પોલીસ બનીને લોકો પાસે પૈસા પડાવ્યા હતા.ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી અયુબ શાહ ઉર્ફે દીવાન અગાઉ પાસા હેઠળ ની સજા પણ ભોગવી ચુક્યો છે..ત્યારે આરોપી અયુબ શાહ દીવાન પોતાના મોજશોખ માટે નકલી પોલીસ બની એકલ દોકલ લોકો પાસે પૈસા પડાવતો હતો.

આ નકલી પોલીસ બનીને આંતક મચાવનાર આરોપીએ અગાઉ કેટલા ગુના આચર્યા છે. તેમજ તેની સાથે અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.