Ahmedabad : દારૂ છુપાવવા આ બુટલેગરે એવો કિમીયો અપનાવ્યો કે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ !

|

Jun 08, 2022 | 7:20 AM

અમદાવાદના (Ahmedabad) રામોલ વિસ્તાર માંથી PCB ની ટીમે દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

Ahmedabad : દારૂ છુપાવવા આ બુટલેગરે એવો કિમીયો અપનાવ્યો કે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ !
File Photo

Follow us on

Ahmedabad : આમતો બુટલેગર દારૂ ની હેરાફેરી કરવા અલગ-અલગ કીમિયાઓ અપનાવતા હોય છે. ક્યારેક દૂધના ટેન્કર માં, ક્યારેક કારમાં ચોર ખાનું બનાવી દારૂની હેરા ફેરી કરતા હોય છે, પણ પોલીસની(Ahmedabad police)  સતર્કતા અને સઘન ચેકીંગ બુટલેગરોને કિમીયા પર પાણી ફેરવી દેતા હોય છે. પણ આ વખતે અમદાવાદના બુટલેગરે દારૂની હેરાફેરી કરવા માટે વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન થી મંગાવ્યો અને એવી જગ્યાએ છુપાવ્યો કે ત્યાં પોલીસનું પહોંચવું ખૂબ અઘરું બની જાય છે. આમ છતાં પણ પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

અમદાવાદના રામોલ વિસ્તાર માંથી PCB ની ટીમે દરોડા પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બરોડા એક્સ્પ્રેસ હાઈવેની (Baroda Express Highway) બાજુમાં આવેલા તુલસીબાગ સોસાયટીનાં કોમન પ્લોટમાં આવેલા બાથરૂમ માંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ વિચારતી થઈ ગઈ. હાલ પોલીસે નામચીન બુટલેગર ઉપેન્દ્ર ઉર્ફે ટીનો, મધુસૂદન ઉર્ફે મધીયો અને પીન્ટુ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસે દારૂની 68 પેટી સાથે એક કાર પણ કબ્જે કરી કુલ સાડા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો

મહારાજ નામના વ્યક્તિ રાજસ્થાનથી(Rajasthan)  આવીને દારૂનો જથ્થો આપી ગયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી ઉપેન્દ્ર ઉર્ફે ટીનો તુલસી પાર્ક સોસાયટીમાં રહે છે અને ત્યાંના કોમન પ્લોટમાં આવેલા બાથરૂમ ની ચાવી પણ તેની પાસે જ હોવાથી ઉપેન્દ્રએ બાથરૂમ ના દરવાજા પર સામાન્ય લોક બદલાવી સારી ક્વોલિટી નો લોક નખાવ્યો હતો અને ત્યાં જ તે દારૂ નો જથ્થો સંતાડતો  હતો. હાલતો પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ દારૂનો જથ્થોૃૃની સપ્લાય ચેનમાં વધુ કેટલા લોકો સંકળાયેલા છે   તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

મહત્વ છે કે, જે સોસાયટી માં બુટલેગર રહેતો હતો ત્યાં કોમન પ્લોટ પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જ્યાં કોમન બાથરૂમ પણ બનાવવામાં આવ્યું હતું. જોકે આ બુટલેગર સોસાયટીનો સભ્ય હોવાથી આ બાથરૂમ ની ચાવી તેની પાસે રહેતી હતી જેનો લાભ લઈને બુટલેગરે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જોકે અન્ય કોઈ વ્યક્તિ સામાન્ય રીતે લોક ખોલી કે તોડી શકે નહિ તેના માટે હાઈ ક્વોલિટી વાળું કોલ પણ ફીટ કરાવ્યું હતું.

Published On - 7:18 am, Wed, 8 June 22

Next Article