Ahmedabad : ઘાટલોડિયામાં જાહેર રોડ પર મહિલા પર એસીડ એટેક કરનાર આરોપી ઝડપાયો

|

Mar 08, 2022 | 9:28 PM

આ ગુનામાં પકડાયેલ આરોપી શિવા નાયક પુછપરછ કરતા શાહપુરથી એસિડ લાવ્યો હોવાનું કબૂલી રહ્યો છે.મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હતું. એસિડ એટેક કર્યા પછી આરોપી શિવા અલગ અલગ વિસ્તારમાં છુપાતો ફરતો હતો.

Ahmedabad : ઘાટલોડિયામાં જાહેર રોડ પર મહિલા પર એસીડ એટેક કરનાર આરોપી ઝડપાયો
Ahmedabad Police Arrest Acid Attack Accused

Follow us on

અમદાવાદના(Ahmedabad)  ઘાટલોડિયા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં મહિલા પર જાહેરમાં એસિડ એટેક(Acid Attack)  કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપી શિવા ઉર્ફે સંજય નાયકએ એક તરફી પ્રેમમાં મહિલા પર એસિડ એટેક કર્યો હતો. આરોપી શિવા નાયક રવિવાર રાત્રે ઘાટલોડિયા(Ghatlodiya)  ટેલિફોન એક્સચેન્જ રોડ પર 39 વર્ષીય મહિલા પર એસિડ એટેક કરી ફરાર થઈ ગયો હતો.જેમાં મહિલાના શરીર પર એસિડ એટેક થતાં મોઢું અને છાતીનો 15 ટકા જેટલો ભાગ બળી ગયો છે. સ્થાનિક પોલીસે આ અંગે પોલીસ ટીમ બનાવીને આરોપીની શોધ ખોળ હાથ ધરી હતી. તેવામાં વાડજ પોલીસ ટીમને માહિતી મળતા આરોપી શિવા નાયકની વાડજથી ધરપકડ કરી હતી. જેમાં વાડજ પોલીસે આરોપીને ઘાટલોડિયા પોલીસને સોંપ્યો હતો. જો કે આરોપી શિવા નાયકની પુછપરછ કરતા એસિડ એટેક કરવાનું કારણ મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી એસિડ એટેક કર્યો હોવાની કબૂલાત કરી છે.

મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું

જે છેલ્લા ઘણા સમયથી એક તરફી પ્રેમમાં શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો અને મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ મહિલા વાત ન કરતા અંતે ગુસ્સામાં એસિડ એટેક કર્યો હતો. આ ગુનામાં પકડાયેલ આરોપી શિવા નાયક પુછપરછ કરતા શાહપુરથી એસિડ લાવ્યો હોવાનું કબૂલી રહ્યો છે.મહિલા વાતચીત ન કરતી હોવાથી ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હતું. એસિડ એટેક કર્યા પછી આરોપી શિવા અલગ અલગ વિસ્તારમાં છુપાતો ફરતો હતો.

શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાની વિગત મુજબ આજ થી આઠ મહિના પહેલા લખુડી તળાવ પાસે સિનિયર સીટીઝનના ઘરે પીડિત મહિલા કેર ટેકર તરીકે કામ કરતી હતી.તેવામાં રીક્ષા ચાલક શિવા નાયક સાથે મહિલાનો પરિચિત થયો..જ્યાં કામ કર્યા બાદ મહિલા શિવા નાયકની રિક્ષામાં ઘરે જતી હતી..ત્યાર બાદ શિવા અને મહિલા એકબીજા વાતચીત કરતા હતા.જે પછી શિવા નાયક મહિલા સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.પરતું અચાનક રવિવાર રાત્રે મહિલાને શિવાએ રોકી વાત કરવાનું કહ્યું હતું પણ મહિલા વાત કર્યા વગર જતી રહી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી

બસ આ જ વાત ને લઈ શિવા નાયક ગુસ્સો આવતા થોડીક વારમાં જ એસિડનો ડબ્બો લાવી શિવાએ જાહેર રોડ પર મહિલા પર એસિડ છાંટી ફરાર થઈ ગયો હતો.આરોપી શિવા નાયક ની ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ  વાંચો : Anand : મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રનો સરાહનીય પ્રયાસ, અનામી પારણું મૂકવામાં આવ્યું

આ પણ  વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કરી આ મોટી જાહેરાત

 

 

Next Article