અમદાવાદ (Ahmedabad) માં મૃત વ્યક્તિ (deceased person) ના નામે બોગસ દસ્તાવેજો (bogus documents) રજૂ કરી ખોલેલા બેંક અકાઉન્ટમાં કરોડોના વ્યવહાર થતા. સ્ટેટ જીએસટીની ટીમ પણ ચકરાવે ચડી છે. તો બીજી તરફ 3 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ (police) ની તપાસમાં શું નવા ખુલાસા થાય છે. અને આરોપીની ધરપકડ બાદ શુ હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.
અમદાવાદના શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે કે મૃત વ્યક્તિના નામે બોગસ ભાડા કરાર બનાવી સરકાર અને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. શાહપુરના રહેવાસી અને દરજી કામ કરતા વાસુભાઈ તિવરે ફરિયાદ નોંધાવી છે કે, તેમણે બેંક અકાઉન્ટ ખોલવા માટે જે દસ્તાવેજો આપ્યા હતા. તેનો ખોટો ઉપયોગ કરી તેમના મૃત પિતાના નામે ખોટો ભાડા કરાર બનાવી વાસુદેવ ટ્રેડર્સના નામે અકાઉન્ટ ખોલી કરોડોના વ્યવહાર કર્યા છે. જે અંગે જીએસટી વિભાગની નોટીસ આપતા મામલો સામે આવ્યો છે. જે અંગે શાહપુર પોલીસે પંકજ રાજપુત વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડાના રહેવાસી આરોપી પંકજ રાજપુતે ફરિયાદને બેંકમાથી 5 લાખની લોન અપાવવાના બહાને બેંકનું ખાતું ખોલાવી 150 કરોડના વ્યવહારો કર્યા છે. સાથે જ તેમના પિતાના મૃત્યુના 4 મહિના બાદ ભાડા કરાર કર્યો હતો. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનુ સામે આવ્યુ છે. ઉપરાંત 150 કરોડના વ્યવહારો અંગે રાજ્ય સરકાર સાથે પણ ટેક્સ ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જે અંગે શાહપુર પોલીસ તપાસ કરી રહી છે.
ફરિયાદી અને રાજ્ય સરકાર સાથે છેતરપિંડીના આ ગુનામાં 3 વર્ષની લડત બાદ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા અને કોર્ટના આદેશ બાદ 3 મહિના વિત્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે આ કેસમાં પંકજે અન્ય 3 લોકોની સાથે પણ છેતરપિંડી કરી હોવાનુ સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.
આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રમાં સર્જાઈ શકે છે પેટ્રોલ-ડીઝલની અછત, પેટ્રોલ-ડીઝલના પંપધારકોને સપ્લાય બંધ કરાતા મુશ્કેલી
આ પણ વાંચોઃ Ahmedabadની એક સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી, બી.જે. મેડિકલ કોલેજ સામે લાખો રુપિયા ચુકવ્યાનો લગાવ્યો આરોપ
Published On - 12:42 pm, Thu, 10 March 22