Ahmedabad: એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ નિર્ણય અંતર્ગત સરકારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી સત્ર દરમિયાન અન્ય યુનિ.માં કરી શકશે પ્રવેશ

એકેડેમિક બેંક ઓફ  ક્રેડિટના  (Academic Bank of Credit ) નિર્ણયને  કારણે વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે.  સત્ર ચાલતું હોય તે દરમિયાન વિદ્યાર્થીને યુનિવર્સિટી બદલવાની પરિસ્થિતિ આવે તો  વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા ઘણી સરળ રહેશે.  આ નિયમ લાગુ થવાથી વિદ્યાર્થીઓએ એક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય  પણ કોઈક કારણસર  સ્થળ બદલવાનું આવે તો ચાલુ  સેમેસ્ટર  દરમિયાન વિદ્યાર્થી યુનિવર્સિટીમાં ઇચ્છીત વિષય સાથે અભ્યાસ કરી શકશે.

Ahmedabad: એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ નિર્ણય અંતર્ગત સરકારી યુનિવર્સિટીનો વિદ્યાર્થી સત્ર દરમિયાન અન્ય યુનિ.માં કરી શકશે પ્રવેશ
Gujarat University
Image Credit source: File Image
| Edited By: | Updated on: Oct 05, 2022 | 9:05 AM

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એક યુનિવર્સિટીમાં  (University ) અભ્યાસ કરતો વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો પડતો હોય છે પરંતુ હવે આ મુસીબતમાંથી વિદ્યાર્થીઓને  (Student) છૂટકારો મળી જશે. હવે રાજ્યની કોઇપણ સરકારી યુનિવર્સિટીમાં (Government University) અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાના મનપસંદ વિષય સાથે રાજ્યની કોઈપણ યુનિવર્સિટીમાં ભણી શકશે. પ્રથમવાર આ પ્રકારનો નિર્ણય રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી  (Gujarat University ) ખાતે મળેલી બેઠકમાં આગામી શૈક્ષણીક સત્રથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જાણો શું છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો નિર્ણય?

એકેડેમિક બેંક ઓફ  ક્રેડિટના  (Academic Bank of Credit ) નિર્ણયને  કારણે વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે.  સત્ર ચાલતું હોય તે દરમિયાન વિદ્યાર્થીને યુનિવર્સિટી બદલવાની પરિસ્થિતિ આવે તો  વિદ્યાર્થીઓ માટે આ પ્રક્રિયા ઘણી સરળ રહેશે.  આ નિયમ લાગુ થવાથી વિદ્યાર્થીઓએ એક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હોય  પણ કોઈક કારણસર  સ્થળ બદલવાનું આવે તો ચાલુ  સેમેસ્ટર  દરમિયાન વિદ્યાર્થી યુનિવર્સિટીમાં ઇચ્છીત વિષય સાથે અભ્યાસ કરી શકશે.

હાલની સિસ્ટમ મુજબ વિદ્યાર્થી જે યુનિવર્સિટીમાં એડમિશન લે છે, ત્યાંથી જ તેણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે છે અને જો તેણે યુનિવર્સિટી બદલવી હોય તો માઇગ્રેશન સર્ટિફીકેટ સહીત અનેક મંજુરીની આવશ્યકતા રહેલી હોય છે, પરંતુ હવેથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ લાગુ કરવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. આના અમલીકરણ માટે તમામ યુનિવર્સિટીઓએ 80 ટકા સિલેબસ કોમન રાખવાનો પણ નિર્ણય કર્યો છે. જો વિદ્યાર્થી અભ્યાસ અધવચ્ચે છોડી દે તો સાત વર્ષ સુધીમાં તેની ક્રેડિટ જમા રહેશે અને તે પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકશે.

જે વિદ્યાર્થીના માતાપિતાની જોબ ટ્રાન્સફરેબલ હોય તેવા વિદ્યાર્થીઓને આ નિર્ણયનો ખાસ લાભ થશે. કોર્સના અંતે વિદ્યાર્થીને જે યુનિવર્સિીટી એડમિશન લીધું હશે તે યુનિવર્સિટીની ડિગ્રી એનાયત કરવામા આવશે.

Published On - 9:05 am, Wed, 5 October 22