અમદાવાદમાં લાંભા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકે દોઢ વર્ષના બાળકને તેડીને જઈ રહેલી મહિલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ફુલ સ્પીડે આવતી બાઈકે મહિલાને અડફેટે લીધી હતી. માતા પોતાની દીકરીને શાળીએ મુકીને આવતી હતી તે દરમિયાન ઘટના બની હતી. જેમા બેફામ રીતે ચલાવતા બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિલાએ તેના દોઢ વર્ષના બાળકને પણ તેડેલો હતો. આ અકસ્માતમાં મહિલા અને બાળકને ઈજા પહોંચી છે.
લાંભા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનનાર મહિલા ગીતાબેન યાદવ નારોલ પ્રથમ પેરાડાઈટ્સમાં રહે છે. અકસ્માત બાદ બાઈક ચાલકે સારવારનો ખર્ચ આપવાનુ કહેતા મહિલાએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. આથી ટ્રાફિક પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી. આ અકસ્માતના સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે સમયે જ ફુલ સ્પીડે બેફામ રીતે આવતી કારે મહિલાને અડફેટે લીધી હતી.
Speeding bike rams into pedestrian; toddler & woman injured #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/WDxDE0BuQc
— Tv9 Gujarati (@tv9gujarati) March 25, 2023
મહિલા તેની કેજીમાં અભ્યાસ કરતી દીકરીને શાળાએ મુકવા માટે ગઈ હતી. બાદમાં તેના દોઢ વર્ષના બાળકને લઈને પરત ફરી રહી હતી. તે સમયે લાંભા-નારોલ રોડ પર બેફામ આવેલા બાઈક ચાલકે ટક્કર મારતા હાથમાં માતા અને બાળક બંને હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા.
આ અકસ્માત બાદ માતા અને બાઈકચાલક તથા આસપાસના લોકો ઈજાગ્રસ્ત ગીતાબેન અને તેમના દીકરાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ટ્રાફિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. જો કે બાઈકચાલકે ગીતાબેન અને તેમના દીકરાને થયેલી ઈજાનો ખર્ચ આપવાની વાત કરી હતી. આથી ભોગ બનનાર ગીતાબેને કોઈ ફરિયાદ કરી ન હતી.
આ પણ વાંચો: Breaking News : મહેસાણાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત