Ahmedabad: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીનો વિશિષ્ટ પ્રયાસ, પંચ પ્રકલ્પ યોજના હેઠળ ગૌ આધારિત ખેતીની તાલીમ આપશે

|

Feb 21, 2022 | 8:32 PM

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનથી રાજ્યના શિક્ષણ વિભાગ (Department of Education)દ્વારા "પંચ પ્રકલ્પ" યોજના ("Punch Project" scheme)2021થી અમલી બનાવવામાં આવેલી છે.

Ahmedabad: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીનો વિશિષ્ટ પ્રયાસ, પંચ પ્રકલ્પ યોજના હેઠળ ગૌ આધારિત ખેતીની તાલીમ આપશે
Ahmedabad: A unique initiative of the Office of the Commissioner of Higher Education, will provide training in cow based farming (ફાઇલ)

Follow us on

Ahmedabad: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનથી રાજ્યના શિક્ષણ વિભાગ (Department of Education)દ્વારા “પંચ પ્રકલ્પ” યોજના (“Punch Project” scheme)2021થી અમલી બનાવવામાં આવેલી છે. રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓને સમાજ અને સમગ્ર માનવજાત માટે ઉપકારક એવા પાંચ વિભાગોમાં વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખી શેરી નાટક, રેલી, પ્રભાતફેરી, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચર્ચા સભા, ગ્રામીણ રમતો વિગેરે જેવી પ્રવૃત્તિઓ યુનિવર્સિટી તેમજ કોલેજ દ્વારા દત્તક લેવાયેલ 10 ગામોમાં કરવામાં આવે તેમજ તે થકી સમાજને સ્પષ્ટ સંદેશ રજૂ થાય તેવી વિભાવના આ પંચ પ્રકલ્પ યોજનામાં રહેલી છે.

આ પંચપ્રકલ્પ યોજનાના વિભાગો પૈકી “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી”નો (“Cow based natural farming”)વિભાગ છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના તાબા હેઠળ 14 ગ્રામ વિદ્યાપીઠો આવેલી છે.જેમાં કૃષિ તેમજ ગ્રામીણ વિકાસલક્ષી શિક્ષણને વરેલી આ સંસ્થાઓમાં સ્નાતકના અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહેલા દરેક વિદ્યાપીઠમાંથી પસંદ કરવામાં આવેલ કુલ મળીને 900 જેટલા યુવાનોને તા.24 થી 28 ફેબ્રુઆરી 2022 દરમિયાન અનોખી રીતે કામ કરતી સંસ્થા “ગૌ તીર્થ – બંસી ગૌ શાળા, શાંતિપુરા ચોકડીથી નજીક એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે દરરોજ 200 વિદ્યાર્થીને આખા દિવસ દરમ્યાન ગૌ આધારિત કૃષિ કેવી રીતે કરી શકાય.

તેમજ રાસાયણિક ખાતરો તેમજ કીટનાશકોથી જમીન તેમજ આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે તેના વિકલ્પ તરીકે ગૌ આધારિત વસ્તુઓ દ્વારા ખેતીમાં ક્રાંતિકારી પરીણામો કેવી રીતે લાવી શકાય. તેમજ ખેડૂતોને માર્ગદર્શન કેવી રીતે આપવું તેમજ સંસ્થાઓમાં આ માટેના નિંદર્શન પ્લોટ કેવી રીતે બનાવવા તેની વિગતવાર ડેટા આધારિત, ફિલ્ડ નિદર્શન દ્વારા તાલીમ આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ વિદ્યાર્થીઓ તાલીમ મેળવ્યા બાદ બનાવવામાં આવનારી યોજના મુજબ દત્તક લીધેલ ગામોમાં આ વિદ્યાર્થીઓ ખેડૂતોને સમજ આપી ગૌ આધારિત ખેતી માટે સંકલ્પબધ્ધ કરશે.

આ પણ વાંચો : Ahmedabad: અસલાલીમા 3 મહિના પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકની ચોરીનો ભેદ ઉકેલાયો, ચોરીના ટ્રક સાથે બે આરોપીની રાજસ્થાનથી કરાઈ ધરપકડ

આ પણ વાંચો : Pro Kabaddi League: સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવા મેટ પર ઉતરશે ગુજરાત જાયંટ્સ અને બેંગ્લોર બુલ્સની ટીમ, વિજેતા ટીમ દબંગ દિલ્હીનો સામનો કરશે

Next Article