Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલની રોમિયોગીરી, મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા કર્યું દબાણ

Ahmedabad: અમદાવાદમા એક પોલીસકર્મીએ રોમીયોગીરી કરતા મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યુ હતું. સમગ્ર મામલે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલની રોમિયોગીરી, મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા કર્યું દબાણ
| Edited By: | Updated on: Mar 12, 2023 | 5:06 PM

અમદાવાદમાં એક પોલીસકર્મીની રોમીયોગીરી સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ એક મહિલાના રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા નરોડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જયરાજ વાળા નામના પોલીસકર્મીએ મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ માટે દબાણ કર્યું હતું. આ પોલીસકર્મી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. મહિલાએ તેની સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસકર્મી હાલ ફરાર થઈ ગયો છે.

પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ વાળા સામે નરોડામાં ફરિયાદ

સમગ્ર ઘટનાની વિગત અનુસાર નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા જ્યારે અગાઉ એક ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં રહેતો હતો. બંને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. બસ આ જ વાતને લઈને તેણે મહિલાને સંબંધ રાખવા દબાણ કર્યું અને છેડતી કરતા મહિલાએ નરોડામાં ફરિયાદ નોધાવી હતી.

પ્રેમ-સંબંધ બાંધવા માટે મહિલાને દબાણ કરતો

છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસકર્મી મહિલાને “હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહીને હેરાન કરતો હતો” મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને મહિલાને હેરાન કરતો હતો. જેથી મહિલા એ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની આપી ધમકી

થોડા દિવસ પહેલા બપોરે મહિલા ઘરેથી કામ પર જવા નીકળી ત્યારે કોન્સ્ટેબલ જયરાજ ત્યાં પહોંચ્યો. મહિલાના એકટીવાની ચાવી લઇ એકટીવા પર બેસીને કહેવા લાગ્યો કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ ના કહે છે. આમ કહી બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ મહિલાને તે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આથી મહિલાએ પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર હકીકતની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: દોઢ મહિના પૂર્વે આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલો લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

કાયદાનું પાલન કરાવનાર જ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હવે આ ફરાર પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસ ક્યારે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Published On - 4:58 pm, Sun, 12 March 23